Home » Gujarat » Bhuj » Gandhidham » નવી લાઇન નાખી, પાણી ટીંપુય ન મળ્યું

નવી લાઇન નાખી, પાણી ટીંપુય ન મળ્યું

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 04:00 AM

અંતરજાળમાં આવેલ જલારામ બાપાનગર અને તુલસીધામ સોસાયટીના રહીશો પાણીના ટીંપેટીંપા માટે અત્યારથી જ વલખા મારી...

  • નવી લાઇન નાખી, પાણી ટીંપુય ન મળ્યું

    અંતરજાળમાં આવેલ જલારામ બાપાનગર અને તુલસીધામ સોસાયટીના રહીશો પાણીના ટીંપેટીંપા માટે અત્યારથી જ વલખા મારી રહ્યા છે. અગાઉ એક વર્ષથી પાણીની તંગી ભોગવતા આ રહીશોને સુવિધા મળી રહે તે માટે જુની પાઇપલાઇન કાઢીને નવી પાઇપલાઇન નાખવાની લોલીપોપ આપીને કરવામાં આવેલી કાર્યવાહી પછી એક મહિનો થયો પરંતુ હજુ પાણીનું ટીંપુ પણ ન આવતાં સોસાયટીના રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને આ બાબતે કાર્યવાહી કરવા માગણી કરી છે.

    સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ એક વર્ષથી પીવાના પાણી મુદ્દે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત વગેરે સ્થળે રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં રજૂઆત પ્રત્યે સાનુકુળ વલણ દાખવવામાં આવ્યું ન હતું. ત્યાર બાદ રજૂઆતોના આવેલા પરીણામ પછી વિલંબ બાદ જુની લાઇનનું કનેકશન તોડીને જમીનમાં તેનાથી બેફુટ જેટલી ઉંડાઇએ નવી લાઇન નાખવાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીને પણ એક મહિનો થયો પરંતુ હજુ પાણીના ટીંપાના દર્શન ન થતાં સોસાયટીના રહીશોમાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સામે આક્રોશની લાગણી જન્મી છે. વળી, આ સોસાયટીમાં પાકા રસ્તાની હાલત પણ ખરાબ થઇ ગઇ છે. તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. આસપાસની સોસાયટીમાં નિયમિત રીતે પાણી મળતું હોય ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા પછી આ બે જ સોસાયટીને કેમ પાણી નથી મળતું તે તપાસનો વિષય છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયતની સભામાં અગાઉ પાણી, સફાઇ સહિતના મુદ્દે જુદા જુદા સભ્યોએ તેમના વિસ્તારમાં સુવિધા મળતી નથી તે અંગે ચાલી રહેલી વ્હાલાદવલાનો પણ આક્ષેપ કર્યો હતો.

    એક વર્ષથી ટેન્કર દ્વારા વેચાતુ પાણી લેવાય છે

    રહીશોના જણાવ્યા મુજબ મધ્યમવર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે. એક વર્ષથી ટેન્કર દ્વારા વેચાતુ પાણી લઇને દિવસો કાઢવામાં આવે છે. પાણી મળશે તે આશાથી જુનુ કનેકશન ફેલ જતાં ઘરમાં તોડફોડ કરાવી ત્રણથી ચાર હજાર રૂપિયાનો ખર્ચ કરાવી નવું કનેકશન કર્યા પછી બધાની હાલત ઘોડી અને પછેડી બન્ને ગયા જેવી થઇ ગઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ