Home » Gujarat » Bhuj » Gandhidham » અંજારમાં ઝેરી દવા ગટગટાવી શ્રમજીવી યુવાને આયખું ટુંકાવ્યું

અંજારમાં ઝેરી દવા ગટગટાવી શ્રમજીવી યુવાને આયખું ટુંકાવ્યું

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 04:00 AM

અંજારમાં વાડીમાં કામ કરતા 17 વર્ષીય શ્રમજીવીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જઇ મોત વહાલું કર્યું હતું. મોડી રાત્રે...

  • અંજારમાં ઝેરી દવા ગટગટાવી શ્રમજીવી યુવાને આયખું ટુંકાવ્યું
    અંજારમાં વાડીમાં કામ કરતા 17 વર્ષીય શ્રમજીવીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જઇ મોત વહાલું કર્યું હતું. મોડી રાત્રે બનેલા આ કરૂણ બનાવની પોલીસ તપાસ કર્યા બાદ યુવકે આ આત્મઘાતી પગલું કેમ ભર્યું તેની સાચી વિગત બહાર આવશે.

    આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ,અંજારની કે.જી.માણેક સ્કુલ રોડ ઉપર આવેલી દયારામ સોરઠીયાની વાડીમાં કામ કરતા 17 વર્ષીય પરષોત્તમ જયંતી ડીંડોરે અગમ્ય કારણોસર શનિવારે મોડી રાત્રે 1 વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને રામબાગ હોસ્પીટલ લઇ જવાયો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતાં અંજાર પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ બનાવના પગલે વાડી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો.

    નેગેટિવ ન્યૂઝ સેક્શન

    માત્ર એ જ નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ