ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» કંડલામાંથી રૂ.1.17 લાખનું ચોરાઉ ડિઝલ જપ્ત કરાયું

    કંડલામાંથી રૂ.1.17 લાખનું ચોરાઉ ડિઝલ જપ્ત કરાયું

    DivyaBhaskar News Network | Last Modified - Feb 19, 2018, 04:00 AM IST

    કંડલા ઓઇલ જેટીથી બીપીસીએલ સ્ટોરેજ ટેન્ક સુધી ડિઝલ પરિવહન માટેની ડિઝલની પાઇપલાઇનમાં કાણું પાડી ડિઝલ ચોરી કરતા...
    • કંડલામાંથી રૂ.1.17 લાખનું ચોરાઉ ડિઝલ જપ્ત કરાયું
      કંડલામાંથી રૂ.1.17 લાખનું ચોરાઉ ડિઝલ જપ્ત કરાયું
      કંડલા ઓઇલ જેટીથી બીપીસીએલ સ્ટોરેજ ટેન્ક સુધી ડિઝલ પરિવહન માટેની ડિઝલની પાઇપલાઇનમાં કાણું પાડી ડિઝલ ચોરી કરતા શખસો ઉપર ગાંધીધામ એલસીબીની ટીમ ત્રાટકી હતી જેમાં રૂ.1,17,250ની કિંમતનો 1750 લીટર ડિઝલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો પરંતુ પોલીસને જોઇ ડિઝલ ચોરી કરી રહેલા શખ્સ નાસી છુટ્યા હતા.

      આ બાબતે એલસીબી પીઆઇ જે.પી.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,આ વિસ્તારમા઼ ડિઝલ ચોરીઓ થઇ રહી હોવાની ફરિયાદો વધી રહી છે ત્યારે પોલીસ અધિક્ષક ભાવના પટેલ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઇની સૂચનાથી એલસીબીની ટીમ વોચમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે કંડલાની ઓઇલ જેટીથી બીપીસીએલ સ્ટોરેજ સુધી પાથરવામાં આવેલી ડિઝલ પરિવહન માટેની પાઇપલાઇનમાં કાણુ પાડી ખારી રોહરના ઇબ્રાહીમ ઉર્ફે અભુ સીદીક પઠાણ,અબ્બાસ ઉર્ફે અભો ઇસ્માઇલ ખારા,હુશેન ઇસ્માઇલ ખારા,હાજી ઉર્ફે નેપાલી કચા તેમજ ગાંધીધામના કાર્ગો ઝુંપડામાં રહેતા રાજુ રેવા પરમાર અને એક અજાણ્યો શખસ એમ 6 ઇસમો ડિઝલ ચોરી કરી રહ્યા હતા ત્યારે દરોડો પાડતા આ ઇસમો નાસી ગયા હતા પરંતુ 50 કેરબા જેમાં રૂ.1,17,250ની કિંમતનું 1750 લીટર ચોરાઉ ડિઝલ અને રૂ. 3820ની કિમતનો ડિઝલ ચોરી કરવામાં ઉપયોગી હથિયારો ડ્રીલપાનું,હથોડી,લોખંડની સીડી,પ્લાસ્ટિક લાઇન,કાનસ,આરી પટ્ટી,લોખંડના પંચ તથા વ્હાઇટ કલર સ્પ્રેની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા આરોપીઓ વિરૂધ્ધ ઇપીકોડ-379,427,120બી તથા પેટ્રોલિયમ એક્ટ કલમ 3 અને 4 મુજબ ફરિયાદ દાખલ કરી કંડલા મરિનને તપાસ સોંપી હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.અત્રે ઉલ્લેખનિય છે કે,થોડા દિવસો પહેલાં જ કંડલા પોર્ટની જેટી પર લાંગરેલા જહાજમાં ઓછું ડિઝલ ભરી 8 હજાર લીટર ડિજલ ચોરી જઇ રહેલા બે ટેન્કરને પકડયા હતા જેમાં પોર્ટના ત્રણ અધિકારીઓની સંડોવણી બહાર આવી છે. આ કામગીરીમાં ગાંધીધામ એલસીબી પીઆઇ સાથે પીએસઆઇ એમ.કે.ખાંટ વગેરે જોડાયા હતા.

      મુદ્દામાલ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કંડલામાંથી રૂ.1.17 લાખનું ચોરાઉ ડિઝલ જપ્ત કરાયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `