એસિડ સ્ટોરેજમાં લીકેજથી ભય ફેલાયો

બે થી ત્રણ હજાર લીટર પાણી સાથે એસિડ પણ દેખાતાં પોર્ટની ફાયર ફાઇટરની ટીમે પરિસ્થિતી કાબુમાં લઇ લેતાં ખતરો ટળ્યો...

DivyaBhaskar News Network | Updated - Feb 19, 2018, 04:00 AM
એસિડ સ્ટોરેજમાં લીકેજથી ભય ફેલાયો
બે થી ત્રણ હજાર લીટર પાણી સાથે એસિડ પણ દેખાતાં પોર્ટની ફાયર ફાઇટરની ટીમે પરિસ્થિતી કાબુમાં લઇ લેતાં ખતરો ટળ્યો

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

કંડલામાં થોડા દિવસો પહેલાં થયેલા ગેસ ગળતરના બનાવ બાદ એક કંપનીના એસિડ સ્ટોરેજમાં લીકેજ થતાં ભયનો માહોલ સર્જાયો હતો પરંતુ કંડલા પોર્ટની ફાયર ફાઇટર ટીમે પરિસ્થિતિ ઉપર કાબુ લઇ લેતાં ખતરો ટળ્યો હતો.

આ બાબતે સત્તાવાર મળેલી માહિતિ મુજબ,રવિવારે કંડલાના આઇઓસી નજીક આવેલી એ.જી.આઇ.એસ. કંપનીના એસિડ સ્ટોરેજમાં અચાનક લીકેજ થતાં,આ જ્વલનશીલ પદાર્થ લીકેજ થવાથી ભયનો માહોલ સર્જાયો હતો,લીકેજની જાણ થતાં કંપનીના અધિકારીઓએ તાત્કાલિક ફાયર ફાઇટરની ટીમને જાણ કરી હતી.આ બાબતે કંડલા ફાયર ફાઇટરના મુખ્ય અધીકારીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે કાર્ગો ખાલી કરીને જહાજ ગયા બાદ કંપની દ્વારા ક્લીનીંગની કાર્યવાહી ચાલતી હતી ત્યારે પાણીની લાઇનમાંથી 2000 થી 3000 લીટર પાણી સાથે થોડું એસિડ પણ દેખાતાં તકેદારીના ભાગ રૂપે ફાયરફાઇટરને જાણ કરી હતી અને અમારી ટીમે આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા લીકેજની જગ્યા પર ફોર્મ કેમીકલ તેમજ જેસીબીથી રેતી ઠાલવી લીકેજ બંધ કર્યું હતું અને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી જેથી ખતરો ટળ્યો હતો.

કંડલામાં ગેસ,પેટ્રોલ-ડિઝલ તેમજ એસિડના મોટા સ્ટોરેજ છે ત્યારે જો લીકેજ બાદ કોઇ પણ ઘટના બને તો તે કાબુમાં લાવવી મુશ્કેલ છે અને આ આખા વિસ્તારને ખાલી કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ખરેખર આવા જોખમી સ્ટોરેજ ધરાવતી કંપનીઓએ મોટો અકસ્માત સર્જાય નહીં તે માટે આગોતરી વ્યવસ્થાઓ રાખી આવા લીકેજ ન થાય તે પ્રમાણેની ગોઠવણ કરવી જોઇએ.

આ બનાવ બાદ એજીઆઇએસ કંપનીના મેનેજરે ફોન ઉપર જવાબ આપવાનું ટાળી અને પોતાનો ફોન સ્વીચ-ઓફ કરી નાખ્યો હતો તો કંડલા મરિન પોલીસના જણાવ્યા મુજબ કંપનીના અધિકારીઓએ પોલીસમાં નોંધ કરાવવાનું ટાળ્યું હતું.

પાણી સાથે એસીડ પણ જમીન પર વહી જતાં માટી નાખવી પડી હતી

X
એસિડ સ્ટોરેજમાં લીકેજથી ભય ફેલાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App