• Gujarati News
  • દુધઇ પાસેથી છકડામાં લઇ જવાતો 25 હજારનો દારૂ પકડી લેવાયો

દુધઇ પાસેથી છકડામાં લઇ જવાતો 25 હજારનો દારૂ પકડી લેવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |અંજારના શેખટીંબામાં રહેતો રહેમશા યુસુફશા શેખ (32) પોતાની છકડો-રિક્ષા જીજે 12 એવાય 2868માં વિદેશી શરાબ લઇને નીકળ્યો હોવાની દુધઇ પોલીસને બાતમી મળતાં વોચ ગોઠવી હતી, ત્યારે સાંજના સમયે દુધઇ ગામના પેટ્રોલપમ્પ પાસેથી ઉપરોક્ત નંબરવાળી રિક્ષા પસાર થતાંની સાથે પોલીસે તેને પકડી પાડી હતી, જેની તલાશી લેતાં અંદરથી અંગ્રેજી દારૂની 72 બોટલ મળી આવી હતી.