• Gujarati News
  • સંકુલમાં 10 બોટલ દારૂ સાથે 2 પકડાયા બે ફરાર થયા

સંકુલમાં 10 બોટલ દારૂ સાથે 2 પકડાયા-બે ફરાર થયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરનાવોર્ડ 1/એમાંથી અને ગાંધીધામ હાઇવે પરથી પોલીસે 10 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સને દારૂ અને બે વાહન મળી કુલ 68,500ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે બે શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. આદિપુરના રામદેવપીર મંદિર પાસેથી ગતરાત્રે જીજે 12 એબી 5419 નંબરનું સ્કૂટર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પોલીસે તેને અટકાવ્યું હતું, જેમાં સવાર કમલેશ મોહનદાસ પુર્ષવાણી (24, રહે. નવવાળી), કિશોરસિંહ રામજી મહેશ્વરી(32, વોર્ડ 1/એ)ના કબજામાં રહેલો થેલો ચકાસતાં અંદરથી 6 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેથી પોલીસે 50 હજારનું વાહન અને 2100નો દારૂ મળી કુલ 52,100ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી, જ્યારે જથ્થો બન્નેને વિનોદ નામના શખ્સે પૂરો પાડ્યાનું સામે આવતાં તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે, જ્યારે ગાંધીધામ હાઇવે પર પોલીસે એક બાઇકચાલકને અટકાવતાં તે બાઇક મૂકી નાસી ગયો હતો, જેના કબજામાંથી 4 બોટલ મળી આવતાં પોલીસે 1400ની કિંમતનો શરાબ અને 15 હજારની બાઇક કબજે કરાયા હતા.