• Gujarati News
  • National
  • મીઠીરોહરમાં પાર્કિંગના મુદ્દે 5 શખ્સે એકની આંગળી ભાંગી

મીઠીરોહરમાં પાર્કિંગના મુદ્દે 5 શખ્સે એકની આંગળી ભાંગી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામતાલુકાના મીઠીરોહર ગામની સીમમાં આવેલા ખાનગી પાર્કિંગ પ્લોટમાંથી કાર બહાર કાઢતી વેળાએ સ્હેજ ટ્રેઇલરમાં ટચ થઇ ગઇ હતી, જેમાં ટ્રેઇલરમાં સ્ક્રેચ પડી જતાં ખર્ચ માગતાં બોલાચાલી થઇ હતી અને ત્રણ કારચાલક સહિત પાંચ શખ્સે ભેગા મળી ટ્રેઇલરચાલક સાથે લાકડીથી મારામારી કરી આંગળી ભાંગી નાખી હતી.

આદિપુરના વોર્ડ નં 3/એમાં આવેલા પ્લોટ નં. 185માં રહેતાં જગજિતસિંઘ સરવાણાસિંઘ સિંધુ (32)નું ટ્રેઇલર મીઠીરોહરની સીમમાં સમા પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યું હતું. સમયે કાર પાર્કિંગમાંથી બહાર કાઢતી વેળાએ બન્ને સાઇડ લગોલગ વાહન હોવાથી બહાર કાઢતી વેળાએ ટ્રેઇલરને સ્હેજ અડકી ગઇ હતી, જેના કારણે ટ્રેઇલરમાં સ્ક્રેચ પડી જતાં જગજિતસિંઘે ખર્ચ માગ્યો હતો. જે-તે સમયે જીતુ, ખીમજીભાઇ અને તેની સાથે આવેલા અલ્ટો કાર નં. જીજે 12 સીજી 6828 તથા સ્વીફ્ટ કાર નં. જીજે સીડી 8631 અને જીજે 12 સીડી 5289ના ચાલકો પૈસા નહીં મળે તેમ કહી રવાના થઇ ગયા હતા.

તેવામાં થોડીવાર બાદ ફરી તમામ શખ્સો ધસી આવ્યા હતા અને ટ્રેઇલરચાલકને લાકડીથી ફટકારી આંગળી ભાંગી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...