• Gujarati News
  • ગાંધીધામમાં ચાર જુગારી પકડી લેવાયા

ગાંધીધામમાં ચાર જુગારી પકડી લેવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનારામલીલા મેદાન પાસે ગતરાત્રિના જુગાર રમતા 4 શખ્સને પોલીસે 2300ની રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા. ગતરાત્રિના 12 વાગ્યાના અરસામાં બી ડિવિઝનનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે રામલીલા મેદાન નજીક 4 શખ્સની હિલચાલ ભેદી જણાતાં પોલીસ સ્ટાફ ધસી ગયો હતો અને તપાસ કરતાં જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે ચારેયની 2300ની રોકડ સાથે ધરપકડ કરી હતી. પકડાયેલા જુગારીઓમાં મગારામ ગિરધારીરામ ચૌધરી, ખેરાજરામ રેખારામ ચૌધરી, જેઠારામ માનારામ ચૌધરી અને મગારામ માણારામ ચૌધરીનો સમાવેશ થાય છે.