• Gujarati News
  • ગાંધીધામમાં વાહન અડફેટે યુવકનું મોત

ગાંધીધામમાં વાહન અડફેટે યુવકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાતરફ જતા માર્ગ પર આવેલા કાર્ગો વિસ્તાર નજીક શુક્રવારે સ્કૂટરસવાર યુવાનને પાછળથી અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

ગુ.હા. બોર્ડમાં રહેતો સલીમ હુસેન હોથી (22) ગુરુવારે બપોરે પોતાનું એક્ટિવા લઇ ગામમાં આવવા નીકળ્યો હતો, જે થોડે દૂર કંડલા હાઇવે પર આવેલી ટાટા મોટર્સ પાસેથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે પાછળથી અજાણ્યા વાહનચાલકે ઝપટમાં લઇ લીધો હતો, જેમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સ્થળ પર મોતને ભેટ્યો હતો.