તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આધોઇમાં ખનીજ માફિયાઓ વચ્ચે ધીંગાણું, ત્રણ ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધોઇમાં ખનીજ માફિયાઓ વચ્ચે ધીંગાણું, ત્રણ ઘાયલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાગડમાંબેફામ બનેલા ખનીજ માફીયાઓનો આતંક વધતો જાય છે. સરકારને કરોડોનો ચુનો ચોપડ્યા બાદ હવે હાલત છે કે, ખનીજ કાઢવા મામલે એટલી હરિફાઇ જામી છે કે, પોતાનું ધાર્યું કરવા હવે ધીંગાણું ખેલવા સુધી ઉતરી પડે છે. આવો એક બનાવ આધોઇમાં બન્યો હતો જેમાં બે જુથ વચ્ચે ઘાતક હથિયારો સાથે બઘડાટી બોલી ગઇ હતી જેમાં 3 શખ્સોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોડે સુધી પોલીસ તપાસ ચાલુ રહી હતી. પરંતુ બનાવ સબંધે સામસામી ફરિયાદોનો તખ્તો ગોઠવાયો હોવાનું જાણવા મળ્યું હતું.

આધોઇ ખાતે લાંબા સમયથી પોલીસ અને ખાણ-ખનીજ વિભાગના નાક નીચે ડુંરમાંથી ચાઇના ક્લે અને બાંધકામ માટેની રેતીની ચોરી કરવામાં આવી રહી છે. ડુંગરના અમુક ચોક્કસ ભાગમાંથી ચાઇના ક્લે મળતું હોવાથી તે સ્થાન પર કબજો જમાવી રાખવા ખનીજ માફીયાઓ આકાશ-પાતાળ એક કરતા રહે છે જેના કારણે અવાર-નવાર નાના-નાના વિવાદ થતા ...અનુસંધાન પાના નં. 4

અનુરહે છે. રવિવારે સાંજે આવો એક બનાવ આધોઇ બસ સ્ટેશન પાસે બન્યો હતો જેમાં અસગર ઇસ્માઇલ જુણેજા પોતાની બાઇક લઇ ઉભો હતો વખતે બળવંતસિંહ ઉર્ફે બળીયો પોતાની કાર લઇને ધસી આવ્યો હતો અને પોતાની સાથે રહેલા 5 થી 7 માણસો સાથે અસગર પર કાર ચડાવવાની કોશિશ કરતાં અસગરને કારની ઠોકરથી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ અસગરના ગૃપના લોકો આવી જતાં કારને ઝડપી પાડી અંદર બેઠેલા જુથના લોકો પર ઘાતક હથિયારોથી હુમલો બોલાવી દીધો હતો જેના કારણે બળીયા સહિત બે શખ્સોને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. લોકોના ટોળા એકઠા થઇ જતાં બનાવના મેસેજ સોશ્યલ મીડીયામાં વાયુવેગે વાયરલ થતાં સામખીયાળી પોલીસ મારતી ગાડીએ ઘટના સ્થળે પહોંચી હતી અને એકઠા થયેલા લોકોને વિખેર્યા હતા અને બનાવ સબંધે તપાસ ચાલુ કરી હતી. હજુ પણ જો તંત્રો નહી જાગે તો ખનીજ માફીયાઓ વચ્ચેની અથડામણો કાયદો-વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો સજૈ તેવી શક્યતાઓ નકારાતી નથી.

બે જુથ સામસામે આવી જતાં ઘાતક હથિયારો સાથે થઇ બબાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો