તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શહેરના માર્ગોનું અંધારૂ઼ ઉલેચાતું નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના માર્ગોનું અંધારૂ઼ ઉલેચાતું નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામમાંસ્ટ્રીટલાઇટોથી પ્રજા પરેશાન બની ગઇ છે. ઠેર-ઠેર વીજ પોલ પરના એલઇડી બલ્બ બંધ હાલતમાં પડ્યા હોવાથી સમસ્યા થઇ રહી છે.

જુની કોર્ટ રોડ પર છેલ્લા લાંબા સમયથી એક માત્ર પહેલા વીજ પોલ પર એક એલઇડી અંધારા સામે લડવા મથતી હાલતમાં ઉભો છે. બાકી તમામ વીજ પોલ પરની લાઇટો જાણે રીસાઇ ગઇ હોય રીતે બંધ હાલતમાં જોવા મળી રહી છે. સબંધે વારંવાર એલઇડી બલ્બ બદલવામાં આવતા હોવાની હકિકત સામે આવે છે પણ તેની ક્વોલીટી શંકાસ્પદ જણાઇ રહી છે. અઠવાડીયા સુધી રોશની આપી બલ્બ બંધ જતા દેખાય છે. બીજી તરફ, અપનાનગર અને ગોપાલપુરી વચ્ચેના માર્ગથી છેક સુંદરપુરી ફાંટા સુધી પણ મહતમ લાઇટો બંધ હાલતમાં હોવાથી ખાસ કરીને મહિલા વર્ગને માર્ગ પરથી પસાર થવું પણ દુષ્કર બન્યું છે. એલઇડી મોટા ઉપાડે લગાવવામાં આવી હતી પરંતુ લાઇટો માત્ર શોભાના ગાંઠીયા જેવી હોવાથી લોકો અકળાઇ રહ્યા છે. મોંઘા ભાવની અને ઓછી ઉર્જા વાપરતી એલઇડી લાઇટોમાં શુકરવાર થતો હોવાથી લોકો તેની ક્વોલીટી બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે. બજારમાં મળતી અન્યો એલઇડી લાઇટો લાંબી આવરદા ધરાવતી હોય છે ત્યારે સરકારી માલ કેમ આટલો જલ્દી ડુકી જાય છે તે લોકોની સમજથી પર બાબત બનીને રહી ગઇ છે. સબંધે તંત્રો ઘટતું કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો