તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કિડાણાના તળાવમાં ડૂબી જતાં તરૂણ વયના 2 મિત્રના જીવ ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિડાણાના તળાવમાં ડૂબી જતાં તરૂણ વયના 2 મિત્રના જીવ ગયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામતાલુકાના કિડાણા ખાતે સોમવારે બપોરે ન્હાવા પડેલા મિત્રોની ટોળકી પૈકી બે મિત્રોના પગ ઝાડીમાં અટવાઇ જતાં બન્ને ડુબવા લાગ્યા હતા જેના પગલે બન્નેએ મરણચીસો પાડતાં લોકો એકઠા થઇ ગયા હતા અને બચાવ માટે પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ બન્ને તરૂણોને બહાર કઢાયા ત્યારે બન્નેના દેહમાંથી જીવ હોવાનું સામે આવ્યું હતું. બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટીનું મોજું ફરી વળ્યું હતું.

ગાંધીધામના રોટરીનગર વાવાઝોડા કેમ્પમાં રહેતા તરૂણ મિત્રો સોમવારે બપોરે 3 વાગ્યાના અરસામાં ગરમી બહુ હોવાથી નજીક આવેલા કિડાણાના તળાવમાં ન્હાવા માટે ગયા હતા. ...અનુસંધાનપાના નં. 6

જ્યાંપાણીમાં ઉતરેલા તરૂણો પૈકી અભિષેક શશિભાઇ શાહ (ઉ.14) અને સુજીત સુરેન્દ્ર શર્મા (ઉ.16)ના પગ ઝાડીઓમાં ફસાઇ જતાં બન્ને તરૂણોએ બચાવ માટે પ્રયાસો કરતાં બુમાબુમ કરી મુકી હતી, જેના પગલે ગામના લોકો તુરંત એકઠા થઇ ગયા હતા અને જેમને તરતાં આવડતું હતું, એવા 5થી 7 જેટલા લોકો પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ બન્ને તરૂણોને રેસ્ક્યૂ કરી બહાર લવાતાં બન્ને તરૂણોના નાક-મોમાંથી પુષ્કળ પાણી કાઢવામાં આવ્યું હતું, ત્યારે બન્ને તરૂણો જીવીત હોવાનું સામે આવતાં ઉપસ્થિતોમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી. બાદમાં બન્નેને તાત્કાલિક રામબાગ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ જયેન્દ્ર પાંચોટિયાએ બન્નેને મૃત જાહેર કરી પોલીસને બનાવ સંબંધે જાણ કરી હતી.

બે કિશોર માટે તળાવ બન્યું ગોઝારું

અગાઉ શિણાયમાં આદિપુરના 4 તરૂણ ભોગ બન્યા હતા

ગતવર્ષના ધૂળેટીના દિવસે 24/3/16ના આદિપુરના સાતવાળી વિસ્તારમાં રહેતા 11થી 14 વર્ષની વયના 4 બાળકો શિણાય સીમમાં આવેલા પાણીના ઉંડા ખાડામાં ન્હાવા પડ્યા હતા, જ્યારે તેમનો મિત્ર પાણીથી ભય લાગતો હોઇ દૂર બેસી રહ્યો હતો. ન્હાવા પડેલા ચારેય મિત્રો ડુબવા લાગ્યા હતા એટલે તરત તેનેે દોડી જઇ સાતવાળીમાં વાત કરતાં લોકો ધસી ગયા હતા અને દેહોને બહાર કાઢતાં આક્રંદ છવાઇ ગયો હતો. ઘટના હોળી તાજેતરમાં પસાર થઇ હોવાથી તાજી થઇ હતી.

અન્ય 3 મિત્ર બહાર નીકળી ચાલ્યા ગયા

રોટરીનગરના5 તરૂણો નહાવા માટે ગયા હતા. થોડીવારની મોજમસ્તી બાદ બે મિત્રો ડુબવા લાગતાં અન્ય મિત્રો ભયના કારણે બહાર નીકળી ગયા હતા અને ત્યાંથી દોડીને ઘર તરફ ચાલ્યા ગયા હતા, રીતે તેમનો બચાવ થયો હતો. બીજું કે, તળાવની આસપાસ કોઇ જાતનું બોર્ડ ન્હાવા સંબંધે લગાવવામાં આવ્યું નથી. તળાવની ઉંડાઇ જોતાં તેમાં ન્હાવું જોખમી હોવાની લોકોને જાણ થાય માટે ત્યાં દરેક દિશામાં બોર્ડ લગાવવું આવશ્યક હોવા છતાં બેદરકારી સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો હતો.

બૂમો સાંભળી તરત બચાવ માટે લોકો કૂદી પડ્યા પણ મોડું થઇ ગયું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો