• Gujarati News
  • નવા કંડલામાં આંકડા રમાડતો શખ્સ પકડાયો

નવા કંડલામાં આંકડા રમાડતો શખ્સ પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાકંડલામાં બજારમાં આંકડાનો જુગાર રમાડતા શખ્સને એલસીબી દ્વારા પકડી લેવામાં આવ્યો હતો.

કંડલા પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રવિવારે બપોરે પકડવામાં આવેલા આરોપી હુસેન સુલેમાન રાજાણી પાસેથી રૂા.1700 તેમજ નોટબુક તથા બોલપેન કબજે કરવામાં આવ્યા હતા. નવા કંડલાના રેલવે ઝૂંપડા વિસ્તારમાં રહેતો ઇસમ જાહેરમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં છાપો મારવામાં આવ્યો હતો.

કંડલા વિસ્તારમાં આંકડાની બદી વકરી છે તેવી ફરિયાદ તાજેતરમાં ડીઆઇજીના લોકદર બારમાં પણ કરવામાં આવી હતી.