સેન્ટ ઝેવિયર્સમાં ફી મુદ્દે વાલીઓનો હલ્લો

નવા સત્રમાં શાળાઓમાં ફી લેવાના મુદ્દે કોર્ટમાં ચાલતા કેસનો હવાલો અને રાજ્ય સરકારમાંથી સૂચના ન આવી હોવા અંગેનું...

DivyaBhaskar News Network | Updated - Mar 11, 2018, 03:55 AM
સેન્ટ ઝેવિયર્સમાં ફી મુદ્દે વાલીઓનો હલ્લો
નવા સત્રમાં શાળાઓમાં ફી લેવાના મુદ્દે કોર્ટમાં ચાલતા કેસનો હવાલો અને રાજ્ય સરકારમાંથી સૂચના ન આવી હોવા અંગેનું બહાનું બતાવીને સંકુલની કેટલીક શાળાઓએ હજુ પણ વાલીઓ પાસે વધુ ફી પડાવવા માટે દબાણ શરૂ કર્યું છે. શનિવારે સવારના સમયે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં 50થી વધુ વાલીઓએ હલ્લાબોલ કરીને વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ફાધર દ્વારા જવાબ દેવામાં આવ્યા પરંતુ સરકારની સૂચનાનું બહાનું કાઢીને છટકબારી ગોતવાનો પણ પ્રયત્ન કરાયો હોવાનો ચણભણાટ વાલીઓમાંથી ઉઠી રહ્યો છે. એસએમસીની રચના સહિતના મુદ્દે વાલીઓએ તડાપીટ બોલાવી હતી. અંદાજે એકાદ કલાક સુધી ચાલેલી આ રકઝક પછી ચોથા ક્વાર્ટરની ફીનો આગ્રહ પડતો મુકવાનો કોઇ પ્રયત્ન કરાયો હોય તેવું શાળા સંચાલકોનું વલણ જણાતું નથી.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ફીના ધારાધોરણ નક્કી કરવાના ચાલતા વિવાદમાં કેટલીક શાળાઓએ સરકારની પદ્ધતિ સામે અવાજ ઉઠાવીને કાનૂની માર્ગ પણ અપનાવ્યો છે. લાંબા સમયથી ચાલતા ફી નિયમના ધારાધોરણના સ્પષ્ટીકરણના કેટલીક વખતના અભાવને કારણે વાલીઓને આજે પણ હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વાલીઓના જણાવ્યા મુજબ ત્રણ ક્વાર્ટરના 15200ની ફી લીધા બાદ ચોથા ક્વાર્ટરમાં 5800નો આગ્રહ રાખવામાં આવ્યો છે. જેમાં સરકાર એગ્રી થશે તો જમા કરાવશું તેવું જણાવીને વાલીઓને રકમ ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જેનો વિરોધ દર્શાવવા માટે આજે હલ્લાબોલ કાર્યક્રમ સ્વયંભૂ રીતે વાલીઓએ એકતા બતાવીને કર્યો હતો. વાલીઓની રજૂઆત મુજબ ત્રણ માસ સુધી શાળા કેમ રાહ જોતી નથી. પાંચમા મહિને તો સ્પષ્ટ થઇ જશે તો પછી વધારે રકમ અત્યારથી લેવાનું શું જરૂર છે? એકાદ કલાક સુધી વાલીઓએ પોતાની રજૂઆતો કરી હતી. આ મુદ્દે ફાધર જોબીએ ટેલિફોનીક વાતચિતમં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોઇ સૂચના આવી નથી. જે ઓર્ડર આવશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે.

વાલીઓએ વધારાના ભારણનો કર્યો વિરોધ

અન્ય ફીના મુદ્દે વાલીઓ આક્રમક

શાળામાં જુદા જુદા બહાના હેઠળ જુદી જુદી ફી વધારાની લેવામાં આવી રહી હોવાની ફરિયાદ કરીને વાલીઓએ જણાવ્યું હતું કે, યોગ, કોમ્પ્યુટર, એસએમએસની જે ફી લેવામાં આવે છે તે યોગ્ય નથી. આ ફી લેવી ન જોઇએ. ઉલ્લેખનીય છે કે, સંકુલની કેટલીક શાળાઓએ શિક્ષણ ફીની સાથે સાથે આડકતરી રીતે વાલીઓ પર વધારાનો બોજ નાખીને જુદી જુદી સુવિધાના બહાને વધુ ફી ઉઘરાવી છે.

શાળાઓ ફીમાં 10 ટકા વધારો કરવાના મૂડમાં

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ સંકુલની કેટલીક શાળાઓએ પાણી પહેલા પાળ બાંધીને ફીના નિયમનની સરકારની સુચનાની સામે વધારે પડતી ફી લેવાના મુદ્દે રસ્તો શોધવા માટે કેટલાય સમયથી ફાંફા માર્યા છે અને નવા સત્રથી ફીમાં 10 ટકા વધારો સૂચવવા માટે દરખાસ્ત પણ તૈયાર કરીને મોકલી આપવામાં આવી છે. આ દરખાસ્ત સરકારમાં મંજુર થાય તો વાલીઓને વધારાનો બોજો સહન કરવો પડશે તે પણ હકીકત છે.

X
સેન્ટ ઝેવિયર્સમાં ફી મુદ્દે વાલીઓનો હલ્લો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App