18મીએ આદિપુરથી જુલુસ નિકળશે

સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતી ચેટીચંડ સિંધીયત દિવસની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે...

DivyaBhaskar News Network | Updated - Mar 11, 2018, 03:55 AM
18મીએ આદિપુરથી જુલુસ નિકળશે

સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતી ચેટીચંડ સિંધીયત દિવસની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 18મી તારીખે આકર્ષક ઝાંખીઓના સથવારે આયોલાલ ઝૂલેલાલના નારાથી જુલુસ કાઢવામાં આવશે. મદનસિંહ ચોકથી ગાંધીધામની મુખ્ય બજારમાં બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં રોશનીનો ઝગમગાટ પણ કરવામાં આવશે.

18મીએ ગાંધીધામ શહેરના મધ્યમાં આવેલા ઝૂલેલાલ મંદિરથી બેન્ડબાજા સાથે આકર્ષક ઝાંખીના સથવારે આયોલાલ ઝૂલેલાલના નારા સાથે રવાડી કાઢવામાં આવશે. જે શહેરની પરીક્રમા કરીને પરત ઝૂલેલાલ મંદિરે ફરશે. શહેરની મુખ્ય બજારને શણગારવામાં આવશે. ધજાપતાકા, રંગબેરંગી ઝાંખીઓ અને રોશનથી ઝગમગાટ કરવામાં આવશે. સવારે 7 કલાકે બહીરાણા સાહેબ આરતી, બપોરે 12 કલાકે મંદિર પરીસરના દાદા અર્જુનદાસ મેમોરીયલ હોલમાં બહેનો માટે અને શીવગ્રાન્ટ હોટલમાં ભાઇઓ માટે લંગર યોજાશે. આદિપુર મદનસિંહ ચોકથી ગાંધીધામની મુખ્ય બજારમાં બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ઝૂલાલેલ મંદિર ટ્રસ્ટના અગ્રણીઓ કનૈયાલાલ કેવલરામાણી, કુંદન કુમાર ગ્વાલાણી, અશોક મોતીયાણી, પ્રેમભાઇ લાલવાણી, રાજુ નાઉમલ, મનોજ મુલચંદાણી, પ્રેમ પરીયાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ વતિ મીડીયા ઇન્ચાર્જ રમેશ ધનવાણીએ જણાવ્યું છે.

ઇનામ આપવામાં આવશે

સ્કૂલ અને પંચાયતોની આકર્ષક ઝાંખીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરથી નવાજવામાં આવશે. રાત્રે ઝૂલેલાલ મંદિર પરીસર ખાતેના હોલમાં મોહીની દેવી મલ્ટીપરપસ હોલમાં મુંબઇની સંગીત પાર્ટી, સિંધી સંગીતની બહાર પિંકી માયદાસાણી એન્ડ પાર્ટીનો કાર્યક્રમ યોજાશે. ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતીને ઉજવવા માટે સંકુલના સિંધી સમાજના અગ્રણીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

X
18મીએ આદિપુરથી જુલુસ નિકળશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App