બજેટમાં નવી જોગવાઇનો છેદ ઉડાડ્યો

ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે વિકાસ કામ કરવામાં આવી રહ્યા છે તેવો દાવો અધિકારી અને...

DivyaBhaskar News Network | Updated - Mar 11, 2018, 03:55 AM
બજેટમાં નવી જોગવાઇનો છેદ ઉડાડ્યો

ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે વિકાસ કામ કરવામાં આવી રહ્યા છે તેવો દાવો અધિકારી અને પદાધિકારી દ્વારા કરવામાં આવે છે. સરકારની આવેલી ગ્રાન્ટમાંથી થઇ રહેલા કામોમાં ગુણવત્તા સહિતના મુદ્દે ફરીયાદ ઉઠ્યા છતાં અધિકારી વર્ગ દ્વારા આંખ મિંચામણાભરી નીતિ અપનાવવામાં આવી રહી છે, જેની સામે શંકાના વાદળો ઘેરાયા છે. આવા સંજોગો વચ્ચે આગામી દિવસોમાં કારોબારીમાંથી મંજુર કરવામાં આવેલ 101 કરોડનું અંદાજીત બજેટ મંજુર કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી હોવાથી આ બજેટમાં નવી જોગવાઇ કરાશે તેવી ધારણા હતી પરંતુ તે ઠગારી નિવડી છે. માત્ર આંકડાકીય માયાજાળ રજૂ કરીને બજેટને મંજુર કરી દેવામાં આવશે તેમ જણાય છે.

ગાંધીધામ પાલિકા દ્વારા કરવામાં આવતા કામોમાં નળ, ગટર, લાઇટ, રસ્તા વગેરે કામોમાં કાંઇકને કાંઇક ફરિયાદો ઉઠે છે. ભાજપના જ સભ્યો વિપક્ષની ભૂમિકા ભજવીને કેટલીક વખત ખોટી પદ્ધતિથી કરતા કામ રોકવા કે અન્ય કારણોસર તેને અટકાવવા માટે સક્રિય બન્યા છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પણ હવે અત્યાર સુધી મૌન રહ્યા પછી જેમ તેમ કરીને મોઢું ખોલવાનો પ્રયત્ન કરી રહી છે. દરમિયાન તાજેતરમાં મળેલી કારોબારી સમિતિમાં 100થી વધુ દરખાસ્તો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મંજુરી આપવામાં આવી હતી. જેમાં 100 કરોડના બજેટનો પણ સમાવેશ થાય છે. જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ નવા વર્ષના બજેટમાં એવી કોઇ નવી લોક સુવિધાલક્ષી જોગવાઇ કરવામાં આવી હોય તેમ જણાતું નથી. સત્તાપક્ષ ભાજપમાં હાલ આંતરીક ખટપટ ઉગ્ર બની રહી છે. અંદરોઅંદરના મતભેદને કારણે અધિકારીઓને કેટલીક વખત ભાવતું હતું અને વૈદ્યે કહ્યું તેવું થઇ જાય છે. અને તેનો લાભ પણ લેવાની તક કેટલાક અધિકારીઓ છોડતા નથી. નગરપાલિકાના નવા નાણાંકીય વર્ષના બજેટમાં લોક સુવિધાની નવી કોઇ જોગવાઇ નું પૂછતાં પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાનો નવી કોઇ જોગવાઇ કરાઇ ન હોવાનું જણાવ્યું હતું.

લાખોના કામોમાં ગરબડ ગોટાળા

પાલિકા દ્વારા કરવામાં આવતા કામોમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનનો રોલ પણ મહત્વનો છે પરંતુ આ પાર્ટી દ્વારા જે તે કામોનું ઇન્સ્પેકશન કરવામાં આવે છે તેમાં લીંપાપોતીનું રાજકારણ રમવામાં આવતું હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે.

સત્તાપક્ષની ખટપટ દેખાય તેવી વકી

સત્તાપક્ષમાં ચાલી રહેલી આંતરીક ખટપટના ખેલનો વહીવટ આ સભામાં સ્પષ્ટ રીતે બહાર આવે તો નવાઇ નહીં. જોકે, તે પહેલા બોલાવાતી બેઠકમાં સભ્યોને શાનમાં સમજી જવા કહી પણ દેવાય.

X
બજેટમાં નવી જોગવાઇનો છેદ ઉડાડ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App