ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» બંધ સિગ્નલથી ઓસ્લો સર્કલ પર ટ્રાફીક સમસ્યામાં વધારો

    બંધ સિગ્નલથી ઓસ્લો સર્કલ પર ટ્રાફીક સમસ્યામાં વધારો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 11, 2018, 03:55 AM IST

    સવાર બપોર અને સાંજ આ સર્કલ ઉપર 15 મિનિટથી લઇ 30 મિનિટ તપ કરવું જ પડે છે ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ ગાંધીધામના...
    • બંધ સિગ્નલથી ઓસ્લો સર્કલ પર ટ્રાફીક સમસ્યામાં વધારો
      બંધ સિગ્નલથી ઓસ્લો સર્કલ પર ટ્રાફીક સમસ્યામાં વધારો
      સવાર બપોર અને સાંજ આ સર્કલ ઉપર 15 મિનિટથી લઇ 30 મિનિટ તપ કરવું જ પડે છે

      ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

      ગાંધીધામના અતિ ધમધમતા વિસ્તાર ઓસ્લો સર્કલ ચાર રસ્તા પર રોજ સવાર,બપોર અને સાંજ ત્રણ ટાઇમ સર્જાતી ટ્રાફિક સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની રહી છે. સાથે સાથે સિગ્નલ પણ બંધ રહેતા ટ્રાફિક જામની સમસ્યા વકરી છે.

      આદિપુર થી ટાગોર રોડ થઇ ગાંધીધામમાં પ્રવેશ માટે ઓસ્લો સર્કલ થઇને જ જવું પડે એટલે આર્થિક પાટનગર ગણાતા આ શહેરમાં વાહન વ્યવહાર વધતો જાય છે તો એસટીની બસો તેમજ ખાનગી બસો પણ આજ સર્કલ ઉપરથી પસાર થતી હોય છે તેની સામે ટ્રાફીક નિયમન સુસ્ત થતું જતું હોવાથી આ ઓસ્લો સર્કલ સતત ધમધમતું રહે છે પરંતુ લોકભાગીદારીથી લોકોની સુખાકારી માટે અને સારા ટ્રાફીક નિયમન માટે અહીં લગાડવામાં આવેલા ટ્રાફીક સિગ્નલ છેલ્લા 7 મહિનાથી બંધ છે અને સીટી ટ્રાફીક બ્રિગેડના માનદ્દ સેવકો ટ્રાફિક જામ હોવા છતાં મોબાઇલમાં વ્યસ્ત જોવા મળતા હોય છે, તેમાં પણ હવે ઉનાળાના તાપમાં ટ્રાફીક જામથી પરીસ્થિતિ વિકટ બનશે. ટાગોર રોડ પર સુંદરપુરી ચાર રસ્તા, ઇફ્કોના સિગ્નલ પણ કાઢી લેવામાં આવ્યા પછી નાખવાની તસ્દી લેવામાં આવી નથી. ઇફ્કો પાસે હટાવેલ સિગ્નલ આગળ લઇ જવામાં આવેલ પરંતુ ત્યાં પણ કાંઇ કાર્યવાહી થઇ નથી.

      ભર બપોરે પણ ટ્રાફિક જામની સમસ્યા

      નવા બેરીયર મુકી તાત્કાલિક અસરથી ટ્રાફીક સમસ્યા નિવારાશે : પીએસઆઇ

      ટ્રાફીક સિગ્નલ મેન્ટેનેન્સને કારણે બંધ છે અને ઓસ્લો સર્કલ પર ટ્રાફીકની સમસ્યા વધી ગઇ હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઇ સીટી ટ્રાફીક પોલીસ દ્વારા કાલથી જ નવા બેરીયર મુકાવી અને કડક રીતે ટ્રાફીકનું નિયમન કરાશે અને અમારા જે કર્મીઓ ટ્રાફીક નિયમનને બદલે મોબાઇલમાં વ્યસ્ત રહેતાહોય તેનુ઼ નિવારણ પણ કરી દેવામાં આવશે (જે.બી.ચૌધરી, પીએસઆઇ- સિટી ટ્રાફીક પોલીસ, ગાંધીધામ)

      તડકામાં ટ્રાફીક જામ થતાં ઉભા રહેવું માથાનો ઘા સમાન છે : વાહન ચાલક

      સાઇકલથી દરરોજ લીલાશાહનગરથી ઓસ્લો સર્કલ થઇને નોકરી પર સાઇકલથી નિકળ્યા બાદ ઓસ્લો સર્કલ પર ટ્રાફીક જામ થવો રોજનું થઇ ગયું છે અને ઘણીવાર તો અડધો કલાક સુધી ઉભા રહેવું પડે છે ત્યારે હવે ઉનાળામાં 15 મિનિટ ઉભા રહેવું પડે ત્યારે એક બાજુ ઉનાળાનો તાપ અને બીજી તરફ ગાડીઓની ગરમી વચ્ચે બેભાન થઇ જવાય તેવી પરિસ્થિતી થઇ જતી હોય છે ત્યારે ટ્રાફીક નિયમન માટે ટ્રાફીક સિગ્નલ ચાલુ થાય તે ખુબ જરૂરી છે.(નટુભાઇ જટુભાઇ પ્રજાપતિ,ગાંધીધામ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બંધ સિગ્નલથી ઓસ્લો સર્કલ પર ટ્રાફીક સમસ્યામાં વધારો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `