Home » Gujarat » Bhuj » Gandhidham » દીન દયાલ પોર્ટમાં ગુટલીબાજ કર્મચારીને નાથી શકાશે?

દીન દયાલ પોર્ટમાં ગુટલીબાજ કર્મચારીને નાથી શકાશે?

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 03:55 AM

દીન દયાલ પોર્ટનો મુંબઇ પોર્ટના ચેરમેનને વધારાનો ચાર્જ આપવામાં આવ્યા પછી તેઓએ પોર્ટના વહીવટમાં પારદર્શકતા...

  • દીન દયાલ પોર્ટમાં ગુટલીબાજ કર્મચારીને નાથી શકાશે?

    દીન દયાલ પોર્ટનો મુંબઇ પોર્ટના ચેરમેનને વધારાનો ચાર્જ આપવામાં આવ્યા પછી તેઓએ પોર્ટના વહીવટમાં પારદર્શકતા લાવીને કરપ્શન નાબૂદીનું બીડુ ઝડપ્યું છે. પોર્ટના વહીવટમાં માત્ર પૈસાની લેતીદેતીને જ ભ્રષ્ટાચાર ગણાય કે જે કર્મચારીઓ રોજિંદી રીતે પોતાના ગોડફાધરની સત્તાના સહારે પંચીંગ કરીને અન્ય પોતાના વહીવટમાં રચ્યાપચ્યા રહેતા હોય તેવા કર્મચારીઓને નાથી શકાશે કે કેમ? તે એક પ્રશ્ન છે. સનિષ્ઠ કર્મચારીઓમાં એવી પણ લાગણી ઉભી થઇ છે કે, આ પણ એક જાતનો ભ્રષ્ટાચાર જ ગણી શકાય. તેને અંકુશમાં લાવવો જોઇએ.

    કંડલા પોર્ટમાં પાંચ કે છ મહિના માટે મુકાયેલા ચેરમેન સંજય ભાટીયાએ પોર્ટમાં ચાલતા લોલંલોલ વહીવટ સામે લાલઆંખ કરીને સુધારા વધારા સૂચવ્યા છે અને માસ્ટર પ્લાન પણ કાગળ પર તૈયાર કર્યો છે. પરંતુ કેટલાક વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચારને તેઓ હટાવી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે. આ ઉપરાંત કેટલાક કર્મચારીઓ એઓ બિલ્ડીંગમાં આવીને પંચીંગ કરી અન્ય પોતાના બીજા વ્યવસાયમાં પણ કામે લાગી જતાં હોય છે. તે બાબતે કેટલાક અધિકારીના જાણ બહાર ન હોવાથી હવે ચેરમેન આવા ગુટલીબાજ કર્મચારીઓ પર શું કરે છે તે જોવું રહ્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ