Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » 15 દિવસ સુધી ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે

15 દિવસ સુધી ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 03:55 AM

ભાસ્કર જળ રિપોર્ટર. ગાંધીધામ કંડલા- ગાંધીધામ કોમ્પ્લેક્ષ માટે આર્શિવાદ સમાન બનેલા ટપ્પર ડેમને ભરી દેવા માટે...

  • 15 દિવસ સુધી ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે
    ભાસ્કર જળ રિપોર્ટર. ગાંધીધામ

    કંડલા- ગાંધીધામ કોમ્પ્લેક્ષ માટે આર્શિવાદ સમાન બનેલા ટપ્પર ડેમને ભરી દેવા માટે માગણી કરવામાં આવ્યા પછી ગઇ કાલથી નર્મદાના પાણી ઠાલવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 15 દિવસ સુધી આ ડેમમાં પાણી ઠાલવવામાં આવશે.

    ઉનાળાની સીઝનને ધ્યાને લઇ નાગરીકોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, ભાજપ પ્રમુખ દિપક પારખ, જીડીએના ચેરમેન પૂર્વ ચેરમેન મધુકાંત શાહ, અન્યોએ રાજ્યમંત્રી વાસણભાઇને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સુધી માગણી પહોંચાડવામાં આવ્યા પછી ડેમમાં પાણી ઠાલવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

    ખાલીખમ ડેમમાં પાણીની આવક શરૂ થઇ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending