ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» અંજાર પાલિકાનું 14.30 લાખની પુરાંતલક્ષી બજેટ મંજુર કરાશે

    અંજાર પાલિકાનું 14.30 લાખની પુરાંતલક્ષી બજેટ મંજુર કરાશે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 11, 2018, 03:55 AM IST

    અંજાર નગરપાલિકાના વર્ષ 2018-19નું બજેટ મંજુર કરવા આગામી તા.14મી માર્ચે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. 67.91 કરોડના...
    • અંજાર પાલિકાનું 14.30 લાખની પુરાંતલક્ષી બજેટ મંજુર કરાશે
      અંજાર પાલિકાનું 14.30 લાખની પુરાંતલક્ષી બજેટ મંજુર કરાશે
      અંજાર નગરપાલિકાના વર્ષ 2018-19નું બજેટ મંજુર કરવા આગામી તા.14મી માર્ચે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. 67.91 કરોડના બજેટમાં 14.30 લાખની પુરાંતલક્ષી બજેટમાં શહેરના દરેક વોર્ડને ન્યાય મળે તે માટે પગલા ભરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

      સામાન્ય સભામાં 67.91 કરોડનું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં 14.30 લાખની પુરાંત રહેશે. શહેરીજનોને સુખાકારીને ધ્યાને લઇ વિકાસ કાર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી અંગ્રેજી સ્કૂલની સામે આવેલા સાર્વજનિક પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ, રમત-ગમતના સાધન, વિવેકાનંદ સ્કૂલ મધ્યે ત્રણ સુશોભિત ગેટ, જોગીંગ ટ્રેક, નવી ગટર લાઇન, અંબીકાનગરથી વાયા વચલી વાટ સોરઠીયા સમાજવાડી સુધી ગટર લાઇનના જોડાણ જીયુડીસીની મુખ્ય ચેમ્બર સાથે કરવા, કૈલાશધામ યોજના હેઠળ અંજાર સાર્વજનિક સ્મશાનને ગેસ આધારીત બનાવવા, શહેરના જુદા જુદા વિસ્તારમાં ભુર્ગભ અને પાણીની લાઇન નાખવા સહિતના એજન્ડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનો દાવો સત્તાપક્ષના નેતા ડેની શાહે કર્યો છે. પ્રમુખ પુષ્પાબેન ટાંકના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકને અનુલક્ષીને કારોબારીના ચેરમેન પ્રકાશભાઇ કોડરાણી, દંડક કેશવજીભાઇ સોરઠીયા વગેરેએ ચર્ચા વિચારણા કરી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અંજાર પાલિકાનું 14.30 લાખની પુરાંતલક્ષી બજેટ મંજુર કરાશે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `