તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નગાવલાડિયાથી મોરના અવશેષો વન ખાતાએ જપ્ત કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગાવલાડિયાથી મોરના અવશેષો વન ખાતાએ જપ્ત કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારતાલુકાના નગાવલાડિયા ખાતે રવિવારે રાત્રે શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહેલા બે બાઇકસવારોને લોકોએ પડકારતાં શખ્સો નાસવા લાગ્યા હતા, પરંતુ આગળ બમ્પર પર બાઇક નં. જીજે-12-ક્યુ-5073 સ્લીપ થતાં બન્ને અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા.

બાદમાં લોકોના ટોળાં એકઠા થઇ જતાં મોડી રાત્રે પોલીસને અને વનખાતાને જાણ કરવામાં આવી હતી, જેના પગલે વન ખાતાની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને નંબરપ્લેટ પર 786 લખેલી બાઇક, છરી, ગીલોલ, બે મૃત મોરના અવશેષો જપ્ત કરી લીધા હતા. બનાવને પગલે રાષ્ટ્રીય પક્ષીની હત્યાથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જોકે, મોડે સુધી અંજાર પોલીસમાં ઘટના સંબંધે કોઇ વિગતો મળી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે બનેલા બનાવ બાદ સમગ્ર લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો