તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવી આદિપુર ખારવા સમાજ દ્વારા દરિયાઇ નારોજની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી-આદિપુર ખારવા સમાજ દ્વારા દરિયાઇ નારોજની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાહસિકખારવા સમાજના નાવિકોની દરિયામાં રક્ષા થાય અને દરિયાઇ નવા વર્ષની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે માંડવી અને આદિપુર ખાતે ખારવા સમાજ દ્વારા દરિયાઇ નારોજની ઉજવણી કરવામાં આવી હતી.

આદિપુરમાં વસેલા ખારવા સમાજ દ્વારા સોમવારે ઇષ્ટદેવ દરિયાલાલની પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને સમાજના નાવિકો સુરક્ષા માટે પ્રાર્થના કરાઇ હતી. સાંજે દાંડિયારાસ, મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ખારવા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો જૂની પરંપરાને બરકરાર રાખી સમાજના પ્રમુખ શિવજી ઝાલા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઇ, વિજયભાઇ તથા કમિટીના સભ્યો દ્વારા પર્વનું આયોજન કરાયું હતું.

તો માંડવી ખાતે ખારવા સમાજ દ્વારા દરિયાઇ નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સાંજે દરિયાલાલ મંદિરેથી વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાયાતો જોડાયા હતા.

શનિવારે પૂર્વ સંધ્યાએ ગોકલ રંગ ભવનમાં સમાજની દીકરીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખારવા સમાજની પરંપરાના દર્શન કરાવ્યા હતા. રવિવારે સરસ્વતી સન્માનમાં બાલ મંદિરથી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.

પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાની ગ્રાન્ટમાંથી સમાજના સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી, ખારવા સમાજના પ્રમુખ કિશોરભાઇ કષ્ટાના હસ્તે કરાયું હતું. સમાજની પરંપરાગત ગાફોલ રમતમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. સમાજના અગ્રણી અને યુવાનો જોડાયા હતા. સમાજના અગ્રણી અને કારોબારી ચેરમેન જિજ્ઞેશભાઇ કષ્ટા સહિત સમાજના આગેવાનો યુવાનો, ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માંડવી અને આદિપુરમાં પરંપરાગત ઉજવણી કરાઇ હતી ત્યારની તસવીર.

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા : ગાફોલ રમતે આકર્ષણ જમાવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો