Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાસેઝના પૂર્વ ઇન્ચાર્જ ડીસીને ત્યાં CBIએ દોરડા પાડ્યા
હાલમેંગ્લોર સેઝના ડીસી અને સુરત રહી કાસેઝનો એડિશનલ ચાર્જ 2014માં સંભાળનારા વિજયકુમાર નારાયણ શેવાલેને ત્યાં શનિવારે સીબીઆઈએ દરોડા પાડી ઘર અને ઓફિસમાંથી 1.94 કરોડ રોકડા જપ્ત કર્યા હતા.
સુરતાના ડેવલોપમેન્ટ કમિશ્નર રહેલા વિજયકુમાર નારાયણ શેવાલે 2014માં કંડલા સેઝમાં કોઇ અધિકારી હોતા જાન્યુઆરી-2014થી સપ્ટેમ્બર સુધી તેમની પાસે સુરત સિવાયનો એડિશનલ ચાર્જ તેમને મળેલો હતો. અંદાજીત આઠ મહિના સુધી તેમણે કાસેઝનો કાર્યભાર સુરતના ડીસી રહેતા સંભાળ્યો હતો. તેઓ હાલે કર્ણાટકમાં આવેલા મેંગ્લોર સ્પેશિયલ ઈકોનોમીક ઝોના ડેવલોપમેન્ટ કમિશ્નર છે, ત્યારે શનિવારે તેમના ઘરે અને ઓફિસ સહિત સાત સ્થળોએ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશને દરોડા પાડતાં તેમના ઘરે થી 99.60 લાખ અને ઓફિસમાંથી 94.99 લાખ રોકડા મળ્યા હતા.
સીબીઆઈના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર તેમણે 5 કરોડ 26 લાખની બેનામી સંપત્તી પોતાની પત્ની, બાળકોના નામે કરી હતી. જેમાં પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. મેંગ્લોર, મુંબઈ, માલેગાંવ, નાસિક સહિત સાત જગ્યાઓ પર એક સાથે તેમની સંપત્તી પર દરોડા પાડવામાં આવ્યા હતા.