તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામમાં વિવિધ સંસ્થાઓએ 300થી વધુ વૃક્ષનું કર્યું વાવેતર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં વિવિધ સંસ્થાઓએ 300થી વધુ વૃક્ષનું કર્યું વાવેતર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંવિવિધ સામાજિક સંગઠનોએ આગળ આવી બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણની કામગીરી હાથ ધરી હતી. પર્યાવરણના જતન માટે નાગરિકો સાથે સંગઠનોએ આગળ આવી 300થી વધુ વૃક્ષોનું વિવિધ સ્થળોએ વાવેતર કર્યું હતું.

ચોમાસું વૃક્ષોની વાવણી માટે શ્રેષ્ઠ સમય મનાય છે. જેથી કુદરતી પાણી નવા વાવેલા રોપાઓને મળી રહે અને તે પાંગરી શકે. જે સંદર્ભે ગાંધીધામમાં પણ ગત સપ્તાહે વિવિધ સ્વૈચ્છીક સંગઠનો અને નાગરિકો દ્વારા વૃક્ષ વાવણીમાં રસ દાખવી અંદાજે 300થી વધુ રોપાને વાવ્યા હતા. ઉપરાંત માત્ર વાવણી નહીં પણ ઉછેર માટે પણ સંકલ્પ લીધો હતો.

ગુરુકુળ વિસ્તારમાં લોહાણા મંડળ, આરએસએસ અને સ્થાનિક રહેવાસીઓએ મળીને 111 વૃક્ષો વાવ્યા હતા. તો એક સ્વૈચ્છીક સંગઠન દ્વારા ટાગોર માર્ગ પર 300થી વધુ રોપાઓનું વિતરણ કરાયું હતું. વિંગ્સ ગ્રૂપ દ્વારા રોડ સાઈડ 20 રોપાઓ વાવી તેના ઉછેરની જવાબદારી સ્વીકારી હતી.

એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે પણ પ્રાંગણમાં 30 વૃક્ષો વાવ્યા!

ગાંધીધામસ્થિત સેન્ટ્રલ એક્સાઈઝ અને સેલ્સ ટેક્સની કચેરી બહાર રામલીલા મેદાન પાસે જોઇન્ટ કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નર મનીષ ગોદારાના માર્ગદર્શનથી 30 વૃક્ષો વાવી તેમને આડસ બાંધવામાં આવી હતી. બીજીતરફ કાસેઝ દ્વારા પણ વિવિધ દુલર્ભ વૃક્ષો માટે બગીચાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો