તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગળપાદરમાં વીજધાંધિયાથી લોકો પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગળપાદરમાં વીજધાંધિયાથી લોકો પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
12હજારની વસતી ધરાવતા ગળપાદર ગામમાં અવાર નવાર વીજધાંધિયા સર્જાય છે. વીજ રાણીના રુસણાથી લોકો હેરાન-પરેશાન થઈ જાય છે. ફોલ્ટ શોધવામાં પણ સમય લાગે છે, પરંતુ તેનું કોઇ પરિણામ આવતું નથી. ગ્રામ પંચાયતના સરપંચે અંગે પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેરને પત્ર પાઠવી તાકીદે પગલાં ભરવા માગણી કરી છે.

નાગેશ્વર જેજીવાય ફિડરમાંથી વીજ પુરવઠો મળતાં ગળપાદર ગામમાં તો વીજધાંધિયા અવાર-નવાર સર્જાતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. અલગ-અલગ ફિડર હોવા છતાં રોજ ત્રણથી ચાર કલાક લાઈટ બંધ રહે છે. પીજીવીસીએલમાં બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. ફોનથી સંપર્ક પણ થતો નથી. સમયસર ફોલ્ટનું સમાધાન થતું હોવાથી સમસ્યા વકરી રહી છે. ઈન્કવાઈરીમાં પણ જવાબદાર કર્મચારીને મુકવા માટે સરપંચ સામજી વીરડાએ વીજકંપનીમાં પત્ર પાઠવી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો