તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • લાઇટ કમિટીના ચેરમેનના વોર્ડમાં હાઇ વોલ્ટેજના બલ્બ નખાયા?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇટ કમિટીના ચેરમેનના વોર્ડમાં હાઇ વોલ્ટેજના બલ્બ નખાયા?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અંદાજે 9 હજાર જેટલી લાઇટ બદલીને એલઇડી નાખવાની શરૂ કરવામાં આવેલી કવાયતમાં પ્રથમ દૃષ્ટિએ ઉહાપોહ મચ્યા પછી હજુ પણ ચણભણાટ ચાલુ છે. લાઇટ કમીટીના ચેરમેનના વોર્ડમાં 16ને બદલે 45 વોલ્ટના બલ્બ નાખવામાં આવી રહ્યાની ફરિયાદ ઉઠી હતી. નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહ્યાનો દાવો પાલિકાએ દાવો કર્યો હતો.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં એલઇડી નાખવા માટે છેલ્લા કેટલાક સમયથી કાર્યવાહી ચાલી રહી છે. અગાઉની બોડી દ્વારા મંજૂર કરવામાં આવેલા મુદ્દે એક યા બીજા કારણોસર કોઇ કાર્યવાહી થતી હતી. દોઢેક વર્ષ પછી શરૂ થયેલી કામગીરીના પગલે શરૂઆતના તબક્કામાં જે સ્થળે લાઇટ નાખવામાં આવી હતી. તેમાં અજ‌વાળું ઓછું આવતી હોવાની ફરિયાદ સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ લાઇટ કમીટીના ચેરમેનના વોર્ડમાં 16ને બદલે 45 વોલ્ટના બલ્બ કેટલાક સ્થળે નાખવામાં આવ્યા હોવાનો ઉહાપોહ ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો