તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

ગાંધીધામખાતે ટાગોર રોડથી રોટરી સર્કલથી એરપોર્ટ તરફ જતા માર્ગ પર સોમવારે રાત્રે 9:15 વાગ્યે હિરાલાલ પારેખ ચોકથી રોટરી સર્કલ તરફ ગાંધીધામના માર્ગ પર રોંગ સાઇડમાં રેસિંગના મુડમાં દોડી રહેલી નબીરાઓની ઇનોવા અને હોન્ડા સિટી કારે સામેથી આવતી એક અન્ય કારને જોતાં બ્રેક મારી હતી, જેના પ્રતાપે હોન્ડા કાર પલટી ખાઇ ઇઓન કાર પર જઇ ખાબકી હતી અને તેમાં પરિવાર આવી રહ્યો હતો, તે સામાન્ય ઇજા પામ્યો હતો તો પાછળ ધસી આવેલી ઇનોવાએ પણ બન્ને કારને ટક્કર મારી દીધી હતી. બનાવને પગલે હોન્ડા કારમાં રહેલા નબીરાને ગંભીર ઇજા પહોંચતા તેને તરત સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ધૂમ સ્ટાઇલની રેસિંગે અનેકના જીવ તાળવે ચોંટાડી દીધા હતા.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સોમવારે રાત્રે 9:15 વાગ્યે ઓમ સીનેપ્લેક્ષ પાસેના હિરાલાલ પારખ ચોકથી રોટરી સર્કલ-ટાગોર રોડ તરફ જતા માર્ગ પર રોંગ સાઇડમાં બે નબીરાઓ પૈકી એક હોન્ડા સીટી (કાર નં. જીજે12-સીજી-8884) અને બીજી ઇનોવા કાર (નં. જીજે12-સીપી-4611) રેસીંગ કરી સામેથી આવતી ઇઓન કાર (નં. જીજે12-બીઆર-2573 )ને બચાવવા જતા હોન્ડા કારે બ્રેક મારતા તે કાર ગતિને કારણે પલટી ખાઇ ગઇ હતી અને 3 પલટી ખાધા પછી સામેથી આવતી ઇઓન કારમાં જઇ ટકરાણી હતી, ગતિમાં ઇનોવા કારે બ્રેક મારતાં તે પણ બન્ને કારોમાં અથડાઇ પડી હતી. ઇઓનમાં એક પરિવાર રાઇટ સાઇડમાં ગાંધીધામથી આદિપુર તરફ જઇ રહ્યો હતો. બનાવમાં પલટી ગયેલી હોન્ડા કારના ચાલક નિપુર આહિર (ઉ.18)ને ગંભીર ઇજાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો