ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગાંધીધામમાં બે દરોડામાં 21 હજાર, 9 જુગારી ઝબ્બે

    ગાંધીધામમાં બે દરોડામાં 21 હજાર, 9 જુગારી ઝબ્બે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 12, 2018, 03:55 AM IST

    ગાંધીધામના સુંદરપુરી અને ખોડિયારનગર ઝુંપડા વિસ્તારમાં પોલીસે પાડેલા દરોડામાં પત્તાનો જુગાર રમતા 9 ખેલીઓને 21,000...
    • ગાંધીધામમાં બે દરોડામાં 21 હજાર, 9 જુગારી ઝબ્બે
      ગાંધીધામમાં બે દરોડામાં 21 હજાર, 9 જુગારી ઝબ્બે
      ગાંધીધામના સુંદરપુરી અને ખોડિયારનગર ઝુંપડા વિસ્તારમાં પોલીસે પાડેલા દરોડામાં પત્તાનો જુગાર રમતા 9 ખેલીઓને 21,000 સાથે પકડી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

      આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,એ-ડિવિઝન પોલીસે સુંદરપુરી વિસ્તારમાં આવેલા વાલ્મીકી ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ધોબી ઘાટમાં રહેતા રાજેશ સેંધાભાઇ ચૌહાણ, વિનોદ નારાણભાઇ પરમાર,રોહિત જેશંગ વાઘેલા અને ભારતનગરની સત્યમ-શીવમ-સુંદરમ સોસાયટી વિસ્તારમાં રહેતા મુકેશ મનુભાઇ ઝાલાને રૂ.10,350ની રોકડ સાથે પકડ્યા હતા. તો બીજા દરોડામાં ખોડિયારનગર ઝુંપડા વિસ્તારમાં આવેલા વાલ્મીકી સમાજના મંદિર બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા ખોડિયારનગર ઝુંપડામાં રહેતા એમલા દર્શનામુર્તિ આદીત્યનાથ દ્રવીડ, દિલાવર સતવીરસિંઘ વાલ્મીકી, મનદીપસિંઘ રાજસિંઘ ટાંક તેમજ મેઘપર બોરિચીની મારૂતિ સોસાયટીમાં રહેતા રાકેશ રામસ્વરૂપ શર્મા,ગાંધીધધામની રેલવે કોલોનીમાં રહેતા રાજેન્દ્ર ભંવરલાલ શર્માને રૂ.10,550ની રોકડ સાથે પકડી લીધા હતા. આ બન્ને દરોડામાં પકડાયેલા આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી. પીઆઇ બી.એસ.સુથાર સાથે એએસઆઇ મંગળભાઇ વિંઝોડા, હનુમંતસિંહ જાડેજા, કિશોરભાઇ, જનકભાઇ લકુમ, પ્રવીણભાઇ આલ, મુકેશ પતારિયા, અશોકજી ઠાકોર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામમાં બે દરોડામાં 21 હજાર, 9 જુગારી ઝબ્બે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `