Home » Gujarat » Bhuj » Gandhidham » GIDCમાં લાકડામાં લાગેલી આગ પર કલાકમાં કાબુ લવાયો

GIDCમાં લાકડામાં લાગેલી આગ પર કલાકમાં કાબુ લવાયો

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 03:55 AM

ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ટ્રેડીગ પેઢીમાં રવિવારના સાંજે એકાએક આગ ફાટી નિકળી હતી, જેને સતર્ક ફાયર...

  • GIDCમાં લાકડામાં લાગેલી આગ પર કલાકમાં કાબુ લવાયો
    ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ટ્રેડીગ પેઢીમાં રવિવારના સાંજે એકાએક આગ ફાટી નિકળી હતી, જેને સતર્ક ફાયર ફાઈટરના જવાનોએ ગણતરીના સમયમાંજ કાબુ મેળવી લીધો હતો.

    સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રમેશ ટ્રેંડીગ પેઢીમાં રવિવારના સાંજે બહાર રાખેલા લાકડાઓમાં આગ ફાટી નિકળી હતી. જે અંગેની જાણ અગ્નશમન દળને કરાતા કંડલા ટીમ્બર એસો., ઈઆરસી અને પાલીકાનું ફાયર ફાઈટરે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટ્ના સ્થળે ઉપસ્થીત દીપક ગઢવીએ જણાવ્યુ હતુ કે ઘટનામાં કોઇને ઈજા પહોંચી નથી. આગ લાગવાનું કારણ પ્રાથમીક તપાસમાં શોર્ટ સર્કિટ લાગી રહ્યુ છે. ઘટનામાં વધુ નુકશાન ન થયુ હોવાનું પેઢીના સુત્રોએ જણાવ્યું હતું.

    ઘટના બાદ ભસ્મીભૂત થયેલો જથ્થો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ