IPL નજીક આવતા સટ્ટાખોરો થયા સક્રિય

ગાંધીધામ સંકુલમાં છેલ્લા ત્રણ વર્ષેથી આઈપીએલ મેચ પત્યા બાદ સંકુલમાં સટ્ટામાં મોટૉ દલ્લો હારી જતા વ્યક્તિ સંકુલ...

DivyaBhaskar News Network | Updated - Mar 12, 2018, 03:55 AM
IPL નજીક આવતા સટ્ટાખોરો થયા સક્રિય
ગાંધીધામ સંકુલમાં છેલ્લા ત્રણ વર્ષેથી આઈપીએલ મેચ પત્યા બાદ સંકુલમાં સટ્ટામાં મોટૉ દલ્લો હારી જતા વ્યક્તિ સંકુલ મુકીને ભાગી ગયા હોવાના બનાવ બનતા રહ્યા છે. મહદઅંશે બનાવો પોલીસ ચોપડૅ ખુબ ઓછા કે ચડૅ તો અલગ પુષ્ટભુમી સાથે ચડે છે જેથી ગેરકાનુની ગતીવીધીમાં સબંધીતોનું નામની સંડોવણી બહાર ન આવી જાય, પરંતુ જાણકાર વર્તુળોનું માનીયે તો સંકુલમાં સટ્ટાખોરીની બદી એટલી હદે ઘર કરી ગઈ છે કે જેનો જડમુળથી નિકાલ કરવો ખુબ જરુરી બન્યો છે. તાજેતરમાં પોલીસે 75 હજારના મુદામાલ સાથે આદિપુરમાંથી એક શખ્સને પકડયો હતો, ત્યારે પોલીસ આ બદી સાથે સંડોવાયેલા અને અન્ય તરુણોને પણ આની સાથે જોડવા દોરી રહેલા શખ્સોની શ્રુંખલાને પકડી પાડે તેવો સુર ઉઠી રહ્યો છે.

શનિવારે એ ડીવીઝન પોલીસે સદગુરુ સોસાયટીમાં રહેણાક ઘરમાં બેસીને ચાલી રહેલી શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની 20 20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહેલા શખ્સ કાંતિ કરશનભાઈ પ્રજાપતિને રોકડ 12 હજાર સહિત, લેપટોપ, ટીવી સહિતના કુલ 75,550 ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. સટ્ટાખોરીને અંકુશમાં લાવવા ગાંધીધામ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરાઈ રહેલા પ્રયાસ સરાહનીય હોવા છતા સમાજમાં વધી ગયેલી બદીની સામે વધુ કાર્યવાહિ માંગી રહ્યા છે. ગત વર્ષે પાનની દુકાન ધરાવતા શખ્સ, શક્તિનગરની મહિલા, સપનાનગરના આધેડ સહિતના એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમણે આઈપીએલની સટ્ટાખોરીમાં લાખો ગુમાવ્યા બાદ શહેર મુકી દીધુ હતુ કે નાદારી જાહેર કરી નાખી હતી. ટેક્નોલોજીથી આસાનીથી ફેલાઈ રહેલી આ બદીને અંકુશમાં લાવવા દુબઈ સાથે તાર ધરાવતા શખ્સો પર ગાળીયો કસાય તે જરુરી બન્યુ છે.

હુક્કાબારો અને કોલેજ સટ્ટાના મુખ્ય કેન્દ્ર

ગત મહિને આદિપુર પોલીસ તોલાણી કોમર્સ કોલેજમાં કેન્ટીન ચલાવતા શખ્સને સટ્ટો માટે પકડ્યો હતો. શૈક્ષણિક ગતીવીધી ધરાવતા આદિપુરમાં યુવાનો આ ગતીવીધી સાથે સંકડાયીને જીવન વ્યવ કરી નાખતા હોવાના બનાવ બન્યા છે ત્યારે આ માટે ઉપયુક્ત વાતાવરણ હુક્કાબારોમાં પણ મળતુ હોવાનું જાણીતુ છે. આરઆરસેલની કાર્યવાહિ બાદ હજી પણ મામલતદાર કચેરી પાસે, ટાગોર રોડ પર અને આદિપુરમાં અંદરખાને હુક્કાબાર ધમધમતા હોવાનું જાણીતુ હોવા છતા પોલીસ કોની શરમ રાખે છે તે યક્ષપ્રશ્ન છે.

તરૂણો સટ્ટા માટે કરી રહ્યા છે ઘરમાંથી ચોરી

સંકુલમાં ધો. 10 થી કોલેજમાં અભ્યાસ કરતા છાત્રો પોતાના મોજ શોખ પુરા કરવા અને ખાસ તો સટ્ટાખોરી માટૅ ઘરેની ચોરી કરવાનું શરુ કરી દેતા હોવાના ઉદાહરણો સામે આવી ચુક્યા છે. પ્રતિષ્ઠીત ગણાતા પરીવારોના બાળકોને પરીવારજનોએ પોકેટમાંથી રોકડા ચોરી કર્યાની બાબતે જાહેરમાં માર માર્યાની બાબત તાજેતરમાં ટૉક ઓફ ધ ટાઉન બની હતી.

X
IPL નજીક આવતા સટ્ટાખોરો થયા સક્રિય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App