• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ઓફ લોડીંગ કરી બારોબાર કાર્ગો વેંચાણનું ચાલતુ કૌભાંડ

ઓફ લોડીંગ કરી બારોબાર કાર્ગો વેંચાણનું ચાલતુ કૌભાંડ

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલામાં આયાત નિકાસની લગાતાર ચાલતી પ્રક્રિયા વચ્ચે કેટલાક તત્વો દ્વારા કઈ રીતે...

DivyaBhaskar News Network | Updated - Mar 12, 2018, 03:55 AM
ઓફ લોડીંગ કરી બારોબાર કાર્ગો વેંચાણનું ચાલતુ કૌભાંડ

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલામાં આયાત નિકાસની લગાતાર ચાલતી પ્રક્રિયા વચ્ચે કેટલાક તત્વો દ્વારા કઈ રીતે તંત્રને ભોળવી કે અંધારામાં રાખી વધુ રુપીયા એંઠવા તેના પ્રયાસોજ ચાલુ હોય છે. જે વચ્ચે આંતરીક આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર લાંબા સમયથી ઈમ્પોર્ટ થતા કાર્ગોને બારોબારો વેંચી મારવાનું કૌભાંડ બલ્ક કાર્ગોમાં ચાલી રહ્યુ છે.

આંતરીક આધારભુત સુત્રોમાંથી મળતી વીગતો અનુસાર લાંબા સમયથી ચાલતા આ કૌભાંડ અંગે સહુકોઇ સ્થાનીકોને જાણકારી હોવા છતા મોટી કંપનીઓ અને સીએચએની સંડોવણી હોઇ કોઇ પડકાર ફેંકતુ નથી. કાર્ગો વહન કરતી ટ્રેન, રેકના દરેક વેગનની ક્ષમતા 60 થી 65 ટન જેટલી હોય છે. જેમાં 70 ટન જેટલો કાર્ગો ભરી દેવાય છે. જે આગળ જઈ કાંટો થતા ઓવરલોડ વેગનમાંથી જથ્થાને કાઢી નાખવા જણાવાય છે, જેથી દરેક વેગનમાંથી 2 થી 5 ટનના પ્રમાણમાં જથ્થો કાઢી મુકી દેવાય છે. જેનો આગળ જઈ બારોબાર સોદો કરી દેવામાં આવી છે.

જેટીને થતા નુકશાન અંગે ધ્યાન નથી અપાયુ

મોટી કંપનીઓને જેટીના જેમને તેમ ઉપયોગ અંગે ફરિયાદ ઉઠ્યા બાદ તેની જાળવણી મુદે પણ પ્રશ્નો ઉઠવાની શરુઆત થઈ ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર જેટી પર પડેલા ખાડાઓને લાંબા સમય સુધી ભરવામાં આવતા નથી અને તેની પેનલ્ટી પ્રશાસન દ્વારા એક બાદ એક સબંધીત સીએચએ પાસેથી વસુલ કરવામાં આવતી રહે છે. પરંતુ આ તમામ વચ્ચે જેટીની સ્થીતી જૈસે થે સ્થીતીમાંજ રહે છે.

X
ઓફ લોડીંગ કરી બારોબાર કાર્ગો વેંચાણનું ચાલતુ કૌભાંડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App