Home » Gujarat » Bhuj » Gandhidham » કંડલા પોર્ટ અંદરના મહતમ વજનકાંટા બંધ હાલતમાં

કંડલા પોર્ટ અંદરના મહતમ વજનકાંટા બંધ હાલતમાં

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 03:55 AM

બુધવારે ડીપીટી, કંડલા અંદર બે ડમ્પર વચ્ચે આવી જતા એક શખ્સનું મોત નિપજ્યુ હતુ. આ પ્રકારની સ્થીતી પાછળ પોર્ટમાં...

  • કંડલા પોર્ટ અંદરના મહતમ વજનકાંટા બંધ હાલતમાં

    બુધવારે ડીપીટી, કંડલા અંદર બે ડમ્પર વચ્ચે આવી જતા એક શખ્સનું મોત નિપજ્યુ હતુ. આ પ્રકારની સ્થીતી પાછળ પોર્ટમાં બંધ હાલતમાં રહેલા વજનકાંટા હોવાનું જાણવા મળે છે. ત્રણેક જેટલાજ કાંટા કાર્યરત હોવાના કારણે ટ્રક અને ડમ્પરોને લાંબી કતારો લગાવવી પડે છે અને વચ્ચેથી વાહન ઘુસેડવાના પ્રયાસોમાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે. પોર્ટની બહાર નિકળતા સમયે વજન કરાવવુ જરુરી હોવાથી વજન કાંટાઓ પાસે રોજ પોર્ટ અંદર લાંબી કતારો લાગે છે. 10થી વધુ વજનકાંટાઓ વચ્ચે ચાલુ હાલતમાં રહેલા ત્રણેક જેટલા કાંટાઓમાં એટલી લાંબી કતાર લાગે છે કે વાહનોએ 4 થી 5 કલાક રાહ જોવી પડે છે. તેમાં પણ મોટી શીપીંગ અને હેન્ડલીંગ પેઢીઓને એક કાંટો તેમના ઉપયોગ માટે ફાળવી અપાતા નાની મોટી પેઢીઓના વાહનો પાસે વધુ વિકલ્પો બચતા નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ