Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ફેબ્રુ.માં કંડલા પોર્ટ પર 8.89 MMT કાર્ગો હેન્ડલ કરાયો

ફેબ્રુ.માં કંડલા પોર્ટ પર 8.89 MMT કાર્ગો હેન્ડલ કરાયો

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 03:55 AM

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા 2017 18 ના નાણાકીય વર્ષે દરમ્યાન 108 એમએમટી કાર્ગો કે તેથી વધુનો કાર્ગો હેંડલ કરવાનું...

  • ફેબ્રુ.માં કંડલા પોર્ટ પર 8.89 MMT કાર્ગો હેન્ડલ કરાયો
    દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા 2017 18 ના નાણાકીય વર્ષે દરમ્યાન 108 એમએમટી કાર્ગો કે તેથી વધુનો કાર્ગો હેંડલ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.જે ને સીદ્ધ કરવા પોર્ટ પ્રશાસન દ્વારા શરુઆતથીજ વિવિધ પગલા ભરવામાં આવ્યા છે. જેના કારણે ગતવર્ષેની સરખામણીએ પોર્ટમાં હેંડલ થઈ રહેલો કાર્ગો લગાતાર આગળ રહ્યો છે. તાજેતરમાં પોર્ટ પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર માત્ર ફેબ્રુઆરી માસમાજ 88.86 એમટી કાર્ગો (કંડલા અને વાડીનાર બંન્નેનો) હેંડલ કરાયો હતો. ગત વર્ષે ફેબ્રુઆરીમાં 78.66 એમટી કાર્ગો હેંડલ થયો હતો. આ વર્ષે તેમા 10.20 લાખ એમટી, એટલે કે 12.97% નો વધારો જોવા મળ્યો હતો. અત્યાર સુધી પોર્ટ દ્વારા 998.75 લાખ એમટી કાર્ગો હેંડલ કરાઈ ચુક્યો છે. ગતવર્ષે આ સમયગાળા સુધીમાં 963.36 લાખ એમટી કાર્ગો હેંડલ થયો હતો. જે 3.67% નો ગ્રોથ દર્શાવે છે.

    ગત નાણાકિય વર્ષે દરમ્યાન કંડલા પોર્ટ દ્વારા 100 એમએમટીથી વધુનો કાર્ગો હેંડલ કરી વીક્રમ સર્જ્યો હતો. સૌથી વધુ કાર્ગો હેંડલ કરનારા પોર્ટ તરીકે સમગ્ર દેશમાં અવ્વલ રહ્યા બાદ ચાલુ વર્ષે તેમા ગ્રોથ લઈને 2017 -\'18 ના નાણાકીય વર્ષેની પુર્ણ થતા સુધીમાં પોર્ટ 108 એમએમટી કાર્ગો હેંડલ કરવા તરફ આગળ ધપી રહ્યુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending