ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» સપ્તાહે બે દિ’ આરોગ્યની સુવિધા મળશે તેવો ગોળ ચોટાડ્યો હતો

    સપ્તાહે બે દિ’ આરોગ્યની સુવિધા મળશે તેવો ગોળ ચોટાડ્યો હતો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 02, 2018, 03:55 AM IST

    10 વર્ષથી નંબરનું બિરૂદ મેળવેલ કંડલા પોર્ટના વિકાસમાં સ્થાનિક લોકોનો પણ હિસ્સો નાનો સુનો નથી. એક વર્ષ પહેલા...
    • સપ્તાહે બે દિ’ આરોગ્યની સુવિધા મળશે તેવો ગોળ ચોટાડ્યો હતો
      સપ્તાહે બે દિ’ આરોગ્યની સુવિધા મળશે તેવો ગોળ ચોટાડ્યો હતો
      10 વર્ષથી નંબરનું બિરૂદ મેળવેલ કંડલા પોર્ટના વિકાસમાં સ્થાનિક લોકોનો પણ હિસ્સો નાનો સુનો નથી. એક વર્ષ પહેલા કંડલામાં આરોગ્યની સુવિધા ન હોવાથી પોર્ટ પ્રશાસને શિપિંગ મંત્રીની હાજરીમાં અઠવાડીયામાં બે દિવસ આરોગ્યની સુવિધા મફત મળશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે. હકીકતે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાની ફરિયાદ નવા કંડલા સુન્ની મુસ્લીમ જમાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવી છે.

      દીન દયાલ પોર્ટ દ્વારા કેટલીક વખત કોણીએ ગોળ ચોટાડીને લોકોને લલચાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તેવી સ્થિતિ ઉભી થતી હોય છે. પોર્ટ યુઝર્સને પણ નીતિ નિયમના નામે કેટલીક વખત વિલંબમાં નાખીને તેનું કામ કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ પણ ઉઠે છે. નવા કંડલા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, કંડલામાં મોટાભાગની જનસંખ્યા ઝૂંપડપટ્ટીમાં રહી મજુરી કરી ગુજરાન ચલાવી રહી છે. ઝૂંપડપટ્ટીના રહીશોને દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા વર્ષો પહેલા બનાવી આપેલ શૌચાલયની વ્યવસ્થિત સફાઇનું કામ ગટરની સમસ્યાથી થઇ શકતું નથી. જેથી ગંદકીને કારણે બિમારીનો ભોગ લોકો બને છે. શૌચાલયના દરવાજા તુટી ગયા છે. શૌચાલયનો સૂચારૂ ઉપયોગ થઇ શકે તેવી વ્યવસ્થા પોર્ટે કરી નથી. આરોગ્યની કોઇ સુવિધા નથી. એક વર્ષ અગાઉ પોર્ટ પ્રશાસન દ્વારા સ્થાનિક રહીશો માટે અઠવાડીયામાં બે દિવસ આરોગ્યની સુવિધા મફત મળશે તેવી જાહેરાત શિપિંગ મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં કરાઇ હતી. જેનો આજ સુધી અમલ થયો નથી. આવી જ રીતે કંડલામાં જુદા જુદા ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં શિપિંગ કંપનીઓ વગેરેનો સમાવેશ થાય છે. આયાત-નિકાસ કરતી કંપનીઓમાં સ્થાનિકને રોજગારી અપાતી નથી. સિક્યોરીટી ગાર્ડને પણ સામાન્ય રોજગારી અપાતી નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સપ્તાહે બે દિ’ આરોગ્યની સુવિધા મળશે તેવો ગોળ ચોટાડ્યો હતો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `