Home » Gujarat » Bhuj » Gandhidham » પોર્ટની 9મીની બોર્ડ મીટિંગમાં પ્રથમ વખત ચેરમેન હાજર રહેશે

પોર્ટની 9મીની બોર્ડ મીટિંગમાં પ્રથમ વખત ચેરમેન હાજર રહેશે

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 03:55 AM

કંડલા પોર્ટના ચેરમેન તરીકેનો વધારાનો હવાલો સંભાળનાર મુંબઇ પોર્ટના ચેરમેન આગામી તા. 9મીની દીન દયાલ પોર્ટ...

  • પોર્ટની 9મીની બોર્ડ મીટિંગમાં પ્રથમ વખત ચેરમેન હાજર રહેશે

    કંડલા પોર્ટના ચેરમેન તરીકેનો વધારાનો હવાલો સંભાળનાર મુંબઇ પોર્ટના ચેરમેન આગામી તા. 9મીની દીન દયાલ પોર્ટ ટ્રસ્ટની બોર્ડ મીટિંગમાં પ્રથમ વખત હાજરી આપશે. આ અંગે પરીપત્ર રવાના કરી દેવામાં આવ્યો છે પરંતુ કયા કયા એજન્ડાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની વિગત હજુ બાકી છે. છેલ્લી ઘડી સુધી જુદા જુદા તુમાર લેવામાં આવે તેવી શક્યતા છે. નાણાંકીય વર્ષને અનુસંધાને પણ કેટલીક દરખાસ્તો ઉમેરાઇ શકે છે.

    અગાઉ દોઢથી બે વર્ષ સુધી દીન દયાલ પોર્ટના સેનાપતિની વરણી કરવામાં આવી ન હતી. મુંબઇ પોર્ટમાંથી તત્કાલિકન ચેરમેન રવિ પરમાર વધારાનો હવાલો સંભાળતા હતા. આજ પ્રથા ચાલુ રહીને કંડલાનો સઘળો વહીવટ વાયા મુંબઇથી થાય તેવી બીજી વખત પણ શિપિંગ મંત્રાલય દ્વારા જોગવાઇ કરવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો છે. મુંબઇ પોર્ટના ચેરમેન સંજય ભાટીયાને કંડલા પોર્ટનો વધારાનો હવાલો ચેરમેન તરીકેનો સોંપવામાં આવ્યો છે. રવિ પરમારની મુદ્દત પુરી થયા પછી તેમને એક્ષટેન્શન મળશે તેવી ધારણા હતી. પરંતુ આ બાબતે શિપિંગ મંત્રાલયે કોઇ નિર્ણય લીધો ન હતો. અને આખરે પોર્ટનો વહીવટ ઇન્ચાર્જને હવાલે કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. ઇન્ચાર્જ ચેરમેન ભાટીયાએ મુંબઇ પોર્ટના કેટલાક અધિકારીઓને સાથે રાખીને અહીં આવીને એક વિઝીટ પણ કરી હતી. તેમાં કંડલા પોર્ટના અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ભાટીયાએ પ્રથમ બેઠકમાં જ કોઇપણ જાતની કચાસ ચલાવી નહીં લે અને અત્યાર સુધી જે થયું તે થયું હવે નહીં ચલાવી લઉ તેવો સ્પષ્ટ નિર્દેશ આપતા પોર્ટના કેટલાક કર્મચારીઓમાં ફફડાટ તો જરૂર જોવા મળ્યો છે. દરમિયાન પોર્ટની બોર્ડ મીટિંગ તા.9ના નક્કી કરવામાં આવી છે. ટ્રસ્ટી બોર્ડની આ મીટિંગમાં પ્રથમ વખત ઇન્ચાર્જ ચેરમેન હાજરી આપશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ