Home » Gujarat » Bhuj » Gandhidham » ગળપાદરની વાડીમાંથી 25,000નો દારૂનો જથ્થો જબ્બે, આરોપી ફરાર

ગળપાદરની વાડીમાંથી 25,000નો દારૂનો જથ્થો જબ્બે, આરોપી ફરાર

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 03:55 AM

ગાંધીધામના ગળપાદર ગામની વાડીમાંથી પોલીસે પાડેલા દરોડા દરમિયાન રૂ.25,550ની કિમતનો અંગ્રેજી શરાબ પકડાયો પણ આરોપી...

  • ગળપાદરની વાડીમાંથી 25,000નો દારૂનો જથ્થો જબ્બે, આરોપી ફરાર
    ગાંધીધામના ગળપાદર ગામની વાડીમાંથી પોલીસે પાડેલા દરોડા દરમિયાન રૂ.25,550ની કિમતનો અંગ્રેજી શરાબ પકડાયો પણ આરોપી નાસી ગયો હતો.આ બાબતે એ-ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ,પીઆઇ ભાવીન સુથાર અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં શતા ત્યારે તેઓને મળેલી બાતમીના આધારે ગળપાદરમાં ભૂમી રેસિડેન્સી નજીક આવેલી વાડીમાં કાના વેલા આહીર અંગ્રેજી શરાબ રાખી વેચાણ કરે છે તે મુજબ દરોડો પાડતાં વાડીમાંથી રૂ.25,550ની કિંમતની 750 મીલીની 73બોટલો અંગ્રેજી શરાબની મળી આવી હતી પરંતુ દરોડા પહેલાં જ આરોપી કાના વેલા આહિર નાસી જતાં પોલીસે શરાબ જપ્ત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડામાં પીઆઇ સાથે સર્વેલન્સ સ્ટાફના એએસઆઇ મંગલ વિંઝોડા,હે.કો.હનુમંતસિંહ જાડેજા,કો.મહેન્દ્રસિંહ જાડેજા,જનક લકુમ,મુકેશ પતારિયા,તનેરાજસિંહ ચૌહાણ,અશોકજી ઠાકોર સહિતની ટીમ સાથે રહ્યા હતા.

    પકડાયેલો અંગ્રેજી શરાબનો જથ્થો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ