Home » Gujarat » Bhuj » Gandhidham » હોળી પર્વની સંકુલમાં ઉલ્લાસપૂર્ણ ઉજવણી

હોળી પર્વની સંકુલમાં ઉલ્લાસપૂર્ણ ઉજવણી

Divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 03:55 AM IST

ગાંધીધામમાં હોળી પર્વના અવસરે ઝંડાચોક સહિત વિવિધ વિસ્તારોમાં હોલિકાદહન કરાયું હતું. ભાવિકાઓ પરંપરા અનુસાર...

  • હોળી પર્વની સંકુલમાં ઉલ્લાસપૂર્ણ ઉજવણી
    હોળી પર્વની સંકુલમાં ઉલ્લાસપૂર્ણ ઉજવણી

    ગાંધીધામમાં હોળી પર્વના અવસરે ઝંડાચોક સહિત વિવિધ વિસ્તારોમાં હોલિકાદહન કરાયું હતું. ભાવિકાઓ પરંપરા અનુસાર તેની પ્રદક્ષીણા કરી આસુરી શક્તિઓનો નાશ અને સારી શક્તિઓના વિજય માટે પ્રાર્થના કરી હતી. સંકુલના શૈક્ષણિક સંકુલોમાં હોળીના દિવસે રંગોત્સવ ઉજવાયો હતો. આદિપુરમાં તોલાણી કોમર્સ કોલેજ તેમજ સંકુલની વિવિધ શાળાઓમાં હોળીના રંગોની છોળો સાથે સહુએ એકબીજાને ગુલાલ લગાવી રંગોની જેમજ જીવનને વિવિધતા પુર્ણ અને આનંદયી બનાવવાની શીખ લીધી હતી. આજે ધુળેટીના પર્વે નીમીતે સમગ્ર સંકુલ વિવિધ રંગોથી રંગાઈ જશે ત્યારે શીક્ષકો અને સંકુલના આગેવાનોએ લોકોને કેમીકલ યુક્ત રંગોના બદલે કુદરતી અને સુકા રંગોનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. શક્તિનગરની ગ્રુહિણીઓ દ્વારા જરુરીયાતમંદ છાત્રો માટે ચલાવાતી નિઃશુલ્ક ટ્યુશન કાર્યક્રમ અંતર્ગત સુંદરપુરીમાં ઝુપડપટ્ટીમા રહેતા બાળકો વચ્ચે હોળીની ઉજવણી કરી હતી.

    ઝંડાચોક ખાતે હોલિકા દહન કરાયું

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ