• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • અંજારમાં 80 લાખના ખર્ચે રોડના કામનું ખાતમુહુર્ત

અંજારમાં 80 લાખના ખર્ચે રોડના કામનું ખાતમુહુર્ત

અંજારમાં શહેરી વિસ્તારમાં સુવિધા પથ યોજના હેઠળ 80 લાખના ખર્ચે બનનારા સી.સી.રોડના કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે....

DivyaBhaskar News Network | Updated - Mar 02, 2018, 03:55 AM
અંજારમાં 80 લાખના ખર્ચે રોડના કામનું ખાતમુહુર્ત
અંજારમાં શહેરી વિસ્તારમાં સુવિધા પથ યોજના હેઠળ 80 લાખના ખર્ચે બનનારા સી.સી.રોડના કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

આગામી તા.03/03ના શનીવારે દબડા રોડ ખાતે શૈક્ષણિક પછાતવર્ગ કલ્યાણ મંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિર દ્વારા 80 લાખના ખર્ચે બનાનારા રોડાનું ખાતમુહુર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન હરીભાઈ જોટીયા, પાલીકા પ્રમુખ પુષ્પાબેન ટાંક, ગોવિંદ કોઠારી, સંજય દાવડા, ડૅની શાહ, અનીલ પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થીત રહેશે. સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં સુવિધા વધારવા માટે સુવિધાપથ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 80 લાખના ખર્ચે અંજારમાં સીસી રોડનું નિર્માણ કરવામાં આવનાર છે.

X
અંજારમાં 80 લાખના ખર્ચે રોડના કામનું ખાતમુહુર્ત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App