Home » Gujarat » Bhuj » Gandhidham » PM આવાસ બેઠકમાં ઉમળકાનો અભાવ

PM આવાસ બેઠકમાં ઉમળકાનો અભાવ

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 03:55 AM

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 65 વારની જમીનમાં પ્લોટના બાંધકામ સહિતના મુદ્દે આપવામાં આવી રહેલી યોજના સંદર્ભે...

  • PM આવાસ બેઠકમાં ઉમળકાનો અભાવ
    પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 65 વારની જમીનમાં પ્લોટના બાંધકામ સહિતના મુદ્દે આપવામાં આવી રહેલી યોજના સંદર્ભે માહિતી આપવા અને વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લે તે હેતુથી બેઠકો શરૂ કરવામાં આવી હતી. ભાજપના જ નગરસેવક દ્વારા શરૂ કરવામાં આવેલી આ કામગીરી પછી જોઇએ તેટલો ઉમળકો જોવા મળ્યો ન હતો. તાજેતરમાં પાલિકા પ્રમુખની ચેમ્બરમાં યોજાયેલી ચેમ્બરમાં ગણ્યાંગાઠ્યા લોકોએ હાજરી આપતા પીએમ આવાસ યોજનાની બેઠકનું સુરસુરીયુ થઇ ગયું હતું.

    પ્રધાનમંત્રીના નામે આવાસ યોજનાનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નગરસેવક મનોજભાઇ મુલચંદાણી દ્વારા છેલ્લા કેટલાક સમયથી વ્યક્તિગત રીતે લોકોને મળીને વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લે તે માટે બેઠકો યોજી હતી. 30થી વધુ ફોર્મ ભરાવવા માટે તેઓએ લોકોને પાસે પ્રયત્ન પણ કર્યા છે. દરમિયાન વધુને વધુ લોકોને આ યોજનાનો લાભ મળે તે હેતુથી તાજેતરમાં પાલિકા પ્રમુખની ચેમ્બરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના નગરસેવકો જોડાયા ન હતા.

    અગાઉની યોજનાના ઠેકાણા નથી

    વર્તુળોના જણાવ્યા મુજબ આઠ મહિના અગાઉ આવાસ યોજના અંતર્ગત ગાંધીધામ પાલિકા કચેરીમાં આવીને એજન્સીના કર્મચારીઓએ ફોર્મનું પણ વિતરણ કર્યું હતું. આવાસ યોજના અંતર્ગત કરવામાં આવનાર આ પ્રોજેક્ટમાં અંદાજે સાત હજારથી વધુ ફોર્મ ભરાયા પણ હતા. ફોર્મ ભરાયા પછી જમા કરાવ્યા બાદ આ પ્રોજેક્ટમાં શું થયું તેની કોઇ માહિતી મળતી નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે અન્ય પ્રોજેક્ટ પણ ચાલે છે તેમાં પણ પાલિકા પાસે જમીન ન હોવાથી તસુ ભાર પણ કોઇ પ્રગતિ થઇ શકી નથી તે હકીકત છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ