Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ગણેશનગરમાં પાણી મળતું ન હોવાની બૂમ

ગણેશનગરમાં પાણી મળતું ન હોવાની બૂમ

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 03:55 AM

ઉનાળાના પ્રારંભથી જ નર્મદાનું પાણી ઓછું મળતા પીવાના પાણીની ફરિયાદો શરૂ થઇ ગઇ છે. વાવાઝોડા ગણેશનગર વિસ્તારમાં...

  • ગણેશનગરમાં પાણી મળતું ન હોવાની બૂમ

    ઉનાળાના પ્રારંભથી જ નર્મદાનું પાણી ઓછું મળતા પીવાના પાણીની ફરિયાદો શરૂ થઇ ગઇ છે. વાવાઝોડા ગણેશનગર વિસ્તારમાં પણ પાણી મળતું ન હોવાથી કંટાળેલા લોકોએ તાજેતરમાં પાલિકા કચેરીએ આવીને હલ્લાબોલ મચાવી હતી. પીવાનું પાણી નિયમિત મળે તે માટે પગલા ભરવા માટે માગણી કરવામાં આવી હતી.

    પાલિકાને અંદાજે 28 એમએલડી પાણી આપવામાં આવે છે તેમાં પણ કાપ મુકવામાં આવતાં નર્મદાનું પાણી ઠેર ઠેર મળતું ન હોવાની ફરિયાદો શરૂ થઇ ગઇ છે. જુદા જુદા વિસ્તારમાં પાણીનો પુરવઠાના આ કાપને કારણે લોકોની હાલત અત્યારથી જ કફોડી થઇ ગઇ છે. લોકોના ટોળા પાલિકા કચેરીએ આવવાનું શરૂ થઇ ગયું છે. પાલિકા દ્વારા જરૂરી પગલા ન ભરાય તો આગામી દિવસોમાં ઠેર-ઠેરથી રજૂઆતો આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending