ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ભારતનગર તરફ ગોપાલપુરીની બાઉન્ડ્રી બહાર સફાઇ કરાતી નથી

    ભારતનગર તરફ ગોપાલપુરીની બાઉન્ડ્રી બહાર સફાઇ કરાતી નથી

    DivyaBhaskar News Network | Last Modified - Feb 23, 2018, 03:55 AM IST

    સંકુલમાં એક મોટૉ વર્ગ ભારતનગરમાં વસવાટ કરે છે જેમને આવન જાવન માટે દૈનિક ધોરણે ગોપાલપુરીને લગોલગ પસાર થતા માર્ગનો...
    • ભારતનગર તરફ ગોપાલપુરીની બાઉન્ડ્રી બહાર સફાઇ કરાતી નથી
      ભારતનગર તરફ ગોપાલપુરીની બાઉન્ડ્રી બહાર સફાઇ કરાતી નથી
      સંકુલમાં એક મોટૉ વર્ગ ભારતનગરમાં વસવાટ કરે છે જેમને આવન જાવન માટે દૈનિક ધોરણે ગોપાલપુરીને લગોલગ પસાર થતા માર્ગનો ઉપયોગ કરે છે. પરંતુ પોર્ટ પ્રશાસન દ્વારા બાઉન્ડ્રી બહારની ફેન્સીંગ અને સફાઈ મુદે સ્પષ્ટ રુપે ભેદભાવ યુક્ત વલણ અપનાવવામાં આવ્યુ હોવાનું દ્રશ્યમાન થાય છે. પોર્ટના મુખ્ય ગેટની ડાબી તરફ જ્યાં પોશ ગણાતા વિસ્તારો આવ્યા છે ત્યારે ફેન્સીંગ વ્યવસ્થીત લગાવી, દૈનિક સફાઈ કરાય છે, ઉપરાંત ત્યા વ્રુક્ષોને રંગી આકર્ષક માહોલ બનાવવાની કોશીષ કરાય છે. તો બીજી તરફ ભારતનગર બાજુએ રેતી અને કચરાના ઢગલા અને દબાણો સર્જાઈ રહ્યા છે. જેના કારણે માર્ગો પર ધુળ લગાતાર ઉડતી રહે છે અને વાહનચાલકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડૅ છે. અધુરામાં પુરુ ફેન્સીંગ નિકળી જતા તેને ફરી લગાવવામાં પણ પોર્ટ પ્રશાસનને કોઇ રસ ન હોય તેવુ લાગી રહ્યુ છે.

      પીએમના સફાઇ અભિયાનના ધજીયા

      તંત્રની મીઠીનજર તળે દબાણોમાં વધારો

      પોર્ટ કોલોની બહારની બાઉંડી સુધીનો વિસ્તાર સામાન્ય રીતે પોર્ટ પ્રશાસન દ્વારા હેંડલ કરાતો હોવાથી સુધરાઈ તેમા પડતુ નથી. પરંતુ આ વિશેષ આખા પટ્ટા વિશે પોર્ટ પ્રશાસન કોઇ ધ્યાન ન આપતુ હોય નધણીયાંતો વિસ્તાર બન્યો છે. આ પટ્ટામાં નાના મોટા દબાણો સાથે ધાર્મિક પાકા દબાણો પણ થઈ ગયા છે. જે આગળ જઈ ટ્રાફિક માટે મોટી સમસ્યાનું નિર્માણ કરશે તેવું સ્થાનિકોનું કહેવુ છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ભારતનગર તરફ ગોપાલપુરીની બાઉન્ડ્રી બહાર સફાઇ કરાતી નથી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `