Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » અંતરજાળના વિકાસ કામોની આજે તપાસ થશે

અંતરજાળના વિકાસ કામોની આજે તપાસ થશે

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 03:55 AM

ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે કરવામાં આવેલા કેટલાક કામો સામે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જ ફરિયાદ કરવામાં આવી...

  • અંતરજાળના વિકાસ કામોની આજે તપાસ થશે
    ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે કરવામાં આવેલા કેટલાક કામો સામે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જ ફરિયાદ કરવામાં આવી હતી. તાલુકા પંચાયતની કારોબારી સમિતિ દ્વારા આ બાબતે તપાસ કરીને અહેવાલ રજૂ કરવા માગણી કરવામાં આવ્યાની સાથે બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ આવેલી ફરિયાદ સંદર્ભે ડેપ્યુટી ડીડીઓને તપાસ સોંપવામાં આવી છે. આ તપાસ સંદર્ભે અધિકારીઓની ટીમ આવતી કાલે અંતરજાળ ગામે જશે. જે તે વિસ્તારમાં કામ નથી થયા અને ઓન રેકર્ડ ચોપડા પર કામ બતાવી દેવામાં આવ્યા છે તે સહિતના મુદ્દે જરૂરી માહિતી મેળવવામાં આવશે. સાથે સાથે સંબંધિત ગ્રામ પંચાયતના સભ્ય શૈલેષભાઇ સહિતના લોકોના નિવેદન પણ લેવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending