ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» મટન માર્કેટ ન ખસેડાય તો શાળાનું સ્થળાંતર કરવા માગણી

    મટન માર્કેટ ન ખસેડાય તો શાળાનું સ્થળાંતર કરવા માગણી

    DivyaBhaskar News Network | Last Modified - Feb 23, 2018, 03:55 AM IST

    આદિપુરના રહીશોને મટન માર્કેટની દુર્ગંધમાંથી મૂક્તિ અપાવવા રજૂઆતો કરવામાં આવે છે. માર્કેટને અન્યત્ર ખસેડવા...
    • મટન માર્કેટ ન ખસેડાય તો શાળાનું સ્થળાંતર કરવા માગણી
      મટન માર્કેટ ન ખસેડાય તો શાળાનું સ્થળાંતર કરવા માગણી

      આદિપુરના રહીશોને મટન માર્કેટની દુર્ગંધમાંથી મૂક્તિ અપાવવા રજૂઆતો કરવામાં આવે છે. માર્કેટને અન્યત્ર ખસેડવા માટે માગણી કરવામાં આવ્યા છતાં પગલા ભરવામાં આવતા નથી. આ બાબતે નાગરીક દ્વારા આ પ્રશ્ન ઉઠાવીને કલેક્ટરને રજૂઆત કરી છે.

      24 કલાક ગંદકી અને દુર્ગંધ ફેલાવતી મટન માર્કેટને અન્યત્ર ખસેડવા માટે પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તે પ્રત્યે કોઇ ધ્યાન અત્યાર સુધી આપવામાં આવ્યું નથી. આદિપુરના રહીશ ખરાશંકર હંસરાજ ઠક્કરે કલેક્ટરને પત્ર પાઠવી ચાર વર્ષથી સંસ્થા, સ્કૂલ, વેપારી, નાગરીકો દ્વારા મૌખીક અને લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ મટન માર્કેટને અન્યત્ર ખસેડવામાં આવી નથી. ચાર હજાર છાત્રો અભ્યાસ કરે છે તેવી શાળાની લગોલગ ફીશ અને મટન માર્કેટ 24 કલાક ભયંકર દુર્ગંધ ફેલાવી રહી છે. જેથી સ્વચ્છતા અભિયાનની જાહેરાત પોકળ બની છે. મુખ્યમંત્રી ફરીયાદ નિવારણમાં ફરિયાદ કરી હતી. જેમાં ખૂદ પાલિકાએ પણ ગટરનું દુષિત પાણી ફેલાય છે તેવું કબૂલાત કરી હતી. સફાઇ કરવા ત્રણ માસથી વધુ સમય થતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે પાલિકા, એસઆરસીની જવાબદારી હોવાનો ઉડાઉ જવાબ આપી રહી છે.માર્કેટ અન્યત્ર ન ફેરવો તો શાળાું સ્થળાંતર કરવા પણ અંતે જણાવાયું છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મટન માર્કેટ ન ખસેડાય તો શાળાનું સ્થળાંતર કરવા માગણી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `