Home » Gujarat » Bhuj » Gandhidham » છથી વધુ ટ્રક કચરાનો નિકાલ કરાયો

છથી વધુ ટ્રક કચરાનો નિકાલ કરાયો

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 03:55 AM

દીન દયાલ પોર્ટ દ્વારા સફાઇ માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ સામે શંકાના વાદળો ઉભા થયેલા છે. પોર્ટના ચેરમેનના...

 • છથી વધુ ટ્રક કચરાનો નિકાલ કરાયો
  દીન દયાલ પોર્ટ દ્વારા સફાઇ માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ સામે શંકાના વાદળો ઉભા થયેલા છે. પોર્ટના ચેરમેનના ચાર્જમાં રહેલા મુંબઇના અધિકારીનું બપોરે આગમન થયું હતું. મુંબઇ પોર્ટના અન્ય અધિકારીઓ સાથે આવેલા આ અધિકારીએ સ્થાનિક સ્તરે કંડલા પોર્ટના જુદા જુદા વિભાગના વડાઓ સાથે બેઠક યોજીને માહિતી મેળવી હતી. દરમિયાન ચેરમેનના આગમનને કારણે કોઇ કચાસ ન રહે તે માટે છેલ્લા કેટલાક સમયથી સફાઇ કરવામાં આવી ન હતી. તેનું મુહૂર્ત કાઢી એઓ બિલ્ડીંગમાં સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કચરો તથા અન્ય બીનજરૂરી સામાનના છથી વધુ ટ્રક ભરીને નિકાલ કરવાનીકામગીરી બપોર સુધી ચાલુ રાખવામાં આવી હતી. તે જોઇને કર્મચારીઓમાં જ આશ્ચર્યની લાગણી જન્મી હતી. કારણ કે, જોઇએ તેવી સફાઇ રોજેરોજ થતી નથી તે હકીકત છે.

  દીન દયાળ પોર્ટ દ્વારા સફાઇ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું કામ કેટલું થાય છે તેની માહિતી લેવા માટે સંબંધિત અધિકારીઓને સમય નથી. જે વિભાગને હવાલે આ કામગીરી આપી છે તે વિભાગના અધિકારીઓ અન્ય કામોમાં રચ્યાપચ્યા રહેતા હોવાથી સફાઇ થાય છે કે કેમ તેની કોઇ પુરતી માહિતી મેળવવામાં આવતી નથી, જેને કારણે કર્મચારીઓમાં અવારનવાર પ્રશ્નો પણ ઉભા થયા છે. દરમિયાન મુંબઇ પોર્ટના ચેરમેન સંજય ભાટીયાને વધારાનો હવાલો કંડલા પોર્ટનો આપવામાં આવતાં આજે તેઓ આવવાના હોવાથી એઓ બિલ્ડીંગ તથા મેદાનને ચોખ્ખુ ચણાક બનાવવા માટે આવેલા આદેશ પછી સવારથી જ સફાઇ કામદારોને કામે લગાડવામાં આવ્યા હતા. સફાઇની સાથે સાથે વૃક્ષની ડાળખીઓ, પાંદડાની સફાઇ માટે પણ કવાયત હાથ ધરવામાં આવી હતી. એઓ બિલ્ડીંગના પાછળના ભાગે પડતર રહેલા કેટલાક કચરા અને કાટમાળનો પણ નિકાલ કરવાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું હતું. જેને કારણે સફાઇની સાથે સાથે કચરો એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. છથી વધુ ટ્રક ભરીને કચરાનો નિકાલ બપોર સુધીમાં કરી દેવામાં આવ્યાની માહિતી વર્તુળોમાંથી મળી રહી છે. દરમિયાન બપોરના સમયે ભાટીયાનું આગમન થયું હતું. તેની સાથે મુંબઇ પોર્ટના ડેપ્યુટી ચેરમેન ચીફ મીકેનીકલ ઇજનેર વગેરેનો કાફલો પણ જોડાયો હોવાની માહિતી મળી રહી છે. ચેરમેને આવીને પહેલા તમામ એચઓડી સાથે બેઠક યોજી હોવાના અહેવાલ મળી રહ્યા છે.મોડી રાત સુધી બેઠકનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. ચેરમેનનું ડેપ્યુટી ચેરમેન આલોકસિંઘે સ્વાગત કર્યું હતું.

  જુના કચરાનો નિકાલ અને સભાખંડમાં યોજાયેલી બેઠક

  ચેરમેન જુદી જુદી બાબતોની તપાસ પણ કરી શકે છે

  જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ચાર્જમાં રહેલા ચેરમેન પોર્ટમાં ચાલતા કેટલાક વિભાગોના કાવાદાવાઓ પર તપાસ કરીને તે અંગે પગલા ભરી શકે તેમ છે. આ અંગે એવી પણ સંભાવના છે કે, એસ્ટેટ, લેન્ડ સહિતના કેટલીક સંવેદનશીલ બાબતોની જાણકારી મેળવીને હાલ ચાલી રહેલા કે પડતર રહેલા મહત્વના પ્રોજેક્ટમાં કેવી રીતે આગળ વધી શકાય. ઉલ્લેખનીય છે કે, પીએમની હાજરીમાં કરવામાં આવેલા 996 કરોડના જુદા જુદા પ્રોજેક્ટ પૈકી કેટલાક પ્રોજેક્ટોમાં હજુ પાપાપગલી પણ ભરાઇ નથી. આંબેડકર ભવન બનાવવા સહિતના મુદ્દે પણ જોઇએ તેવી કોઇ ગતિવિધિ તેજ કરવામાં આવી નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ