Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » માર્ચ નજીક આવતા આઇટી વિભાગ સક્રિય, ત્રણ સ્થળોએ રિકવરી સર્વે

માર્ચ નજીક આવતા આઇટી વિભાગ સક્રિય, ત્રણ સ્થળોએ રિકવરી સર્વે

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 03:55 AM

જિલ્લાના આર્થિક પાટનગર ગાંધીધામમાં નાણાકિય વર્ષેની પુર્ણાહુતી નજીક આવતાજ આવકવેરા વિભાગ સક્રિય થયુ હતુ, સતાવાર...

  • માર્ચ નજીક આવતા આઇટી વિભાગ સક્રિય, ત્રણ સ્થળોએ રિકવરી સર્વે
    જિલ્લાના આર્થિક પાટનગર ગાંધીધામમાં નાણાકિય વર્ષેની પુર્ણાહુતી નજીક આવતાજ આવકવેરા વિભાગ સક્રિય થયુ હતુ, સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ કે સંકુલમાં શીપીંગ અને કાપડ પેઢી સહિત ત્રણ સ્થળોએ રીકવરી સર્વે કરાયો હતો. ટુંક સમયમાં ઈંકમ ટેક્સ વિભાગની ગતીવીધી સંકુલમાં વધે તેવી સંભાવનાઓ છે.

    ગાંધીધામ ઈંકમટેક્સ વિભાગસ દ્વારા શીપીંગ પેઢી, ફાઈન ક્લોથ પેઢી અને ફેક્ટરી સહિત ત્રણ સ્થળોએ રીકવરી સર્વે ગત સપ્તાહે કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે દરવર્ષે ભરાતા ટેક્સની સરખામણીમાં માહિતી મીસ મેચ થતા કે ન ભરવામાં આવ્યો હોય તો રીકવરી સર્વે કરવામાં આવે છે. જે રુટીન પ્રક્રિયા પણ છે. જોકે, નોટબંધી બાદ વિભાગના હાથે લાગેલા આંકડાઓનો ઉપયોગ આ વખતે કરાય તેવી સંભાવના પણ જોવા મળી રહિ છે. જાણકાર વર્તુળોનું માનવુ છે કે ગાંધીધામમાંથી ઔધોગિક ટૅક્સ ઉપરાંત સરકારી કર્મચારીઓને બાદ કરતા વ્યક્તિગત ટેક્સ જેટલો જમા થવો જોઇએ એટલા પ્રમાણમાં થતો નથી. શીપીંગ સાથે જોડાયેલા વ્યવસાયોમાં ખુબ મોટા પ્રમાણમાં આવક ધરાવતા લોકો પણ પોતાની આવક ઓછી દર્શાવે છે, જે માટે અકાઉન્ટ્સ સાથે સંકળાયેલા વ્યવસાયીઓ તેને મદદરુપ પણ થતા હોય છે. ગત વર્ષે આઈટી વિભાગ દ્વારા ચાર્ટડ એકાઉન્ટટને ત્યાં પણ દરોડા પાડ્યા હતા ત્યારે આ વર્ષે વિભાગના હાથે કોણ ચડે છે તે જોવું રહ્યું.

    કસ્ટમ અધિકારીઓ - ખાનગી ટ્યુશનો રડાર પર?

    સંકુલમાં ધમધમતા ખાનગી ટ્યુશનો દ્વારા મહિનાની ચાર થી પાંચ આંકડામાં ફીસ ઉઘરાવાય છે અને તેની રસીદ પણ અપાતી નથી ત્યારે તે અંગે કોઇ ધારાધોરણોનું પાલન ન કરાતુ હોવાની ફરિયાદ લાંબા સમયથી ઉઠતી રહે છે, તેમની સાથે સંકુલમાં પોતાની કાળી કમાણીને અન્ય ધંધાઓમાં નાખતા કસ્ટમના અધિકારીઓ પણ આ વખતે આઈટીની રડારમાં હોવાનું વર્તુળોનું માનવું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending