• Gujarati News
  • National
  • સુંદરપુરીમાં ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા વેરા વસૂલાતાં પુન: ઉહાપોહ

સુંદરપુરીમાં ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા વેરા વસૂલાતાં પુન: ઉહાપોહ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુંદરપુરીવિસ્તારમાં લોકો પાસેથી વસૂલવા માટે કાર્યવાહી સોંપવામાં આવી છે. અગાઉ વિરોધ કરાતાં વેરા વસૂલવાનું મોકૂફ રાખવામાં આવી હતી. કોંગ્રેસના આક્ષેપ મુજબ પુન: વેરા વસૂલાત માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વેરા સંદર્ભે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા 90 રૂપિયા લઇને રસીદ આપવામાં આવતી હતી. તે વખતે પણ રસીદનો વિવાદ થયો હતો, જેમાં કોન્ટ્રાક્ટરે પાલિકાની જાણ બહાર સહી-સિક્કા સાથે રસીદ આપી હતી. કોંગ્રેસના મહામંત્રી લતીફ ખલીફાના જણાવ્યા મુજબ સ્વાગત ફરિયાદમાં ચીફ ઓફિસરને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને ઝૂંપડપટ્ટીમાં વેરો ઉઘરાવવાનું મોકૂફ રાખવા જણાવવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા કોઇપણ જાતની સફાઇ, પાણી, ડ્રેનેજ વગેરે જેવી કોઇ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી, તો વેરો કેવી રીતે ઉઘરાવી શકે તે એક પ્રશ્ન છે. કોન્ટ્રાક્ટરના માધ્યમથી લોકો પાસેથી વેરો ઉઘરાવી સત્તાધારી ભાજપ ચૂંટણી ફંડ એકઠું કરી રહ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...