• Gujarati News
  • National
  • નગરપાલિકા, પાણી પુરવઠા બોર્ડ સહિત છને નોટિસ

નગરપાલિકા, પાણી પુરવઠા બોર્ડ સહિત છને નોટિસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાંની કામગીરી સંદર્ભે બોલાવેલી બેઠકમાં અધિકારીઓની ઉદાસીનતા

ભાસ્કરન્યૂઝ. ગાંધીધામ

ચોમાસાંનીઋતુના આગમન ટાણે વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવનારાં પગલાં સંદર્ભે શનિવારે મામલતદાર કચેરીમાં યોજાયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની અગત્યની બેઠકમાં પાણી પુરવઠા બોર્ડ સહિત 6 ઓથોરિટીના અધિકારીઓ ગેરહાજર રહેતાં તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી. તમામને નોટિસ આપી ગેરહાજરી અંગે કારણ જણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં પીજીવીસીએલને પ્રિ-મોન્સુનની કામગીરી વ્યવસ્થિત કરવા ટકોર કરવામાં આવી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચોમાસાની ઋતુમાં લોકોને અગવડતા પડે અને જનજીવન ધબકતું રહે, તે સહિતના પગલાં ભરવા તૈયારી શરૂ કરવામાં આવી છે. કુદરતી આપત્તિ વખતે લેવામાં આવનારાં પગલાં સંદર્ભે જુદી-જુદી સ્થાનિક ઓથોરિટીએ શું પ્લાનિંગ કર્યું છે અને કેવા સંજોગોમાં શું કાર્યવાહી થઇ શકે તેની ચર્ચા કરવા માટે મામલતદાર કચેરીમાં આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં નગરપાલિકા, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ, પાણી પુરવઠા બોર્ડ, સરકારી શાળા સહિતની 6 ઓથોરિટીના મહત્ત્વના ગણાતા કોઇ અધિકારી બેઠકમાં હાજર રહેવાની તસ્દી લીધી હતી. ગેરહાજર રહેલા અધિકારીઓ સામે ગંભીર નોંધ લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઓથોરિટીને ગેરહાજર રહેવા બદલ નોટિસ પાઠવવા નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં પીજીવીસીએલના જર્જરિત થાંભલા અને વાયર દુરસ્ત કરવાથી માંડીને અન્ય વિવિધ સૂચના આપી પ્રિ-મોન્સુન બાબતે એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું હતું.

ચોમાસામાં તંત્રનું ઘોડું દોડતું નથી

સામાન્યસંજોગોમાંલોકોને એવો અનુભવ થાય છે કે, ખરાબ સંજોગોમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સુનના કરેલા કાગળ પરના એક્શન પ્લાન કામે આવતા નથી. સમયસર કામગીરી થતાં લોકોને વિવિધ પ્રકારની હાડમારીનો ભોગ બનવો પડે છે. તેમાં પાણી ભરાવવા વીજળી બંધ થવા સહિતના અન્ય કારણોનો સમાવેશ થાય છે. કુદરતી આપત્તિ વખતે ડિઝાસ્ટર પ્લાન મુજબ જો વ્યવસ્થિત કામગીરી થાય તો લોકોના જાનમાલને નુકસાનીમાંથી બચાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...