હેમલતા મોતાના પુસ્તક સંગ્રહની લટાર

હેમલતા મોતાના પુસ્તક સંગ્રહની લટાર
હેમલતા મોતાના પુસ્તક સંગ્રહની લટાર

DivyaBhaskar News Network

May 03, 2015, 03:50 AM IST
સ્તકાલય ઘરદીવડીની જેમ સર્વવ્યાપક છે પુસ્તક નાના બાળક જેવું વહાલું લાગે છે અને એટલે દરેક ઘરમાં બે-પાંચ દસ પુસ્તકો હોય છે. પુસ્તક પરમ મિત્ર’ની વાત સાથે બધા સંમત હોય કેમકે આપણી અભિવ્યક્તિ-સંવેદનાને વફાદારી પૂર્વક સાચવવાનું કાર્ય તે કરે છે. વિચારકો, ચિંતકોના પુસ્તકાલયો મનોહર હોય છે. ગુરુદેવ ટાગોરે લખ્યું છે, જ્યાં પુસ્તકો હોય ત્યાં જવાનું વિચારાય કેમ સાહિત્ય રાજકારણ, કળા, જીવનદર્શન જેવા પુસ્તકોના ઘણા વિષયો છે. અને હવે તો "બુકે’ નહીં બુકથી સ્વાગતનો સુવર્ણયુગ છે ! કાગળથી ભોજપત્રથી શિલાલેખો અને આજની ડિજિટલ લેન્ગવેજનો યુગ ખાસ્સો પ્રલંબપણે પથરાયેલો છે ને

ગાંધીધામ સ્થિત કવિ સતીશ મોતા સાહિત્યપ્રેમી છે એમના વયોવૃદ્ધ માતા એટલે વાંચન, લેખન, પુસ્તક ઉપાસિકા-હેમલતાબેન મોતા વિશે અગાઉ લેખ આવી ગયો છે, જેમાં એમના લેખન વિશે પ્રકાશ પાડ્યો હતો.. આજે એમની પાસે 400થી વધુ પુસ્તકો, સામયિકો, જૂની ટપાલ ટિકિટો, જૂના ચલણી સિક્કા, જૂની-નવી ચલણી નોટો વિશે મનભર મેળાવડો કરીએ. હા..તેમનો મો. નં. 99793 31166 છે. હોં

પ્રખર-પ્રબુદ્ધ વિચારક નગીનદાસ સંઘવીનું ઇ.સ. 1908માં પ્રગટ થયેલું શતાયુ ગ્રંથરત્ન શેઠ મોરારજી ગોકુલદાસ ચરિત્ર’ બાલકૃષ્ણ રામચંદ્ર ધાણેકર પ્રકાશિત-નિર્ણય સાગર પ્રેસ-મુંબઇનું જીર્ણ હાલતમાં પુસ્તક છે. હેમલતાબેન પુસ્તક હાથમાં લે ત્યારે મા એના વહાલાં શિશુને તેડતી હોય તેમ કબાટમાંથી લઇને તેની વિષયવસ્તુ કંઠસ્થ રીતે સમજાવતાં જાય, અને એક-એક પેઇ પર શું લખાયું છે, તે અક્ષરશ : બોલી જાય, તો...અત્યંત માનાર્હ પુસ્તક શ્રીમદ ભગવદ ગીતા રહસ્ય-કર્મયોગ શાસ્ત્ર’ પ્રબુદ્ધ વિદ્વાન બાળગંગાધેર ટિળક પ્રણીત જેનો ગુજરાતી અનુવાદ ઉત્તમલાલ ત્રિવેદીએ કર્યો છે. પુસ્તક 1917માં છપાયેલું છે. તો...ઇ.સ. 1896માં પ્રગટ થયેલ નવો કરાર’ (ગુજરાતી)ધી બોમ્બે ઓક્ઝીલિયરી સોસાયટી દ્વારા મિશનપ્રેસ-સુરતથી પ્રગટ થયેલ તે છે. હિંદ સ્વરાજનો દાવો’ વામન કાબાડી નામના લેખકે લખેલું પુસ્તક રામારાવ કાબાડી મુંબઇ દ્વારા પ્રગટ થયેલ. પુસ્તકમાં જૂની ગુજરાતીની લઢણો, ભાષાશૈલી, એવાં છે કે, જાણે આપણા વૃદ્ધ-વડીલો તેની ચર્ચાઓ કરતા હોય-આ પુસ્તકની ગુજરાતી અાવૃત્તિ છે !

1928માં પ્રગટ થયેલું, હીરાલાલ ડોક્ટર લિખિત બદનામ હિંદે’, ચાંદ ફાંસી અંક (હિન્દીમાં) 1928નો, શ્રી મોહન ચરિતમ’ 1910નું, સિકખોં કા ઇતિહાસ 1903માં પ્રગટ, શેઠ દામોદર ઠાકરશી’ 1895નું વિશ્વ દર્શન-છોટાલાલ કામદારનું 1938માં પ્રગટ, શિવાજી છત્રપતિ જીવન ચરિત્ર 1941માં પ્રગટ, 1931નું ;કલાપીનો કેકારવ’ જગન્નાથ દામોદરકૃત, કરસનદાસ મૂળજી ચરિત્ર’ 1877માં પ્રગટ, 1922માં પ્રગટ થયેલું મહાત્મા ગાંધીનું’ જીવન ચરિત્ર, 1926માં પ્રગટ દાનવીર કાર્નેગી, 1955માં પ્રગટ ચૂ.વી. શાહ લિખિત ચાણક્ય અને ચંદ્રગુપ્ત’, 1918માં પ્રગટ સંસ્કાર લક્ષ્મી, 1918નું વસ્તુપાળ ચરિત્ર (સંસ્કૃત) 1915માં પ્રગટ એલેકઝાંડર, 1911માં પ્રગટ "વ્યાપારશિક્ષક’ વિશ્વનાથ ત્રિવેદી કૃત, 1896માં પ્રગટ "આર્ય ઔષધ’ ડો. વીરજીઝીણા રાવલ લિખિત, 1924નું નારાયણ વિશનજી ઠાકુરનું મહારાણી મયણલ્લા (મીનળદેવી), કવિ કેશવલાલ શ્યામજીકૃત-1915નું "આર્ય ગૌરવ’-મેવાડ ભૂમિનો ઇતિહાસ, 1916નું મેવાડની જાહોજલાલી વઠ્ઠલદાસ ધનજી પટેલ લિખિત, હિંમતલાલ રાવળકૃત "રાજદ્રોહ કે દેશદ્રોહ’ 1930નું, બલરાજ મધોક લિખિત ઘોસણખોરીના ભયાનક સંકેતો, 1918નું નારાયણ વિશનજી ઠક્કુર કૃત "અનંગ ભદ્રા’ ઐતિહાસિક નવલકથા, 1892નું હિંદની પ્રજાનો ટૂંકો ઇતિહાસ-લેખક ડબલ્યુ ડબલ્યું હંટર, (ઓક્સફોર્ડ), જદુનાથવાદી કૃત 1911માં પ્રગટ "મહારાજ લાઇબલ કેસ’, નારાયણ શર્મા લિખિત "સર્વે બ્રાહ્મણોનું મૂળ’ 1914માં પ્રગટ અને આરંભાય છે.

1921, 22, 31, 34, 43, 51થી માંડીને 2015 સુધીના દુર્લભ પુસ્તકોની સાચવેલી લાયબ્રેરી તેમની પાસે છે. "કચ્છનું ઘટનાચક્ર’માં તેઓ વર્ષોથી નિયમિત લખે છે. અધ્યાપક ધર્માનંદ કોસંબીનું "સુતનિયાત’ 1931નું પુસ્તક પણ છે. તો કચ્છી સાહિત્યના પુસ્તકો પણ છે. વાત છે એમની વિદ્યાપ્રીતિની... પુસ્તકો પરથી દરરોજ રજ ખેરવે, પોચા હાથે રૂમાલથી પ્રભુપ્રતિમાઓની જેમ સાચવે. પુસ્તક માગીએ તો આંખે અડાડીને આપે અને લેનાર-વાચકને પણ તેમ કરવા પ્રેરે છે.

જૂના ચલણી સિક્કા-ચલણી નોટો વિશે અગાઉ કોલમમાં વિસ્તૃત વર્ણનો-હકીકતો આપી છે. અેમની પાસે એકસો વર્ષથીયે પ્રાચિન સેંકડો પુસ્તકો છે. તેનું સ્કેનિંગ થાય તે આવશ્યક છે. તેમની તેમની પાસે મોટા ભાગના પુસ્તકો છે. તેનું સ્કેનિંગ થાય તે આવશ્યક છે. તેમની પાસે મોટા ભાગના પુસ્તકો ઇતિહાસો છે. આશ્ચર્ય છે કે, પુસ્તકનું નામ આપો તો લેખક, પ્રકાશક, પ્રિન્ટિંગ પ્રેસ, વર્ષ, પૃષ્ઠ સંખ્યા અને વિષયવસ્તુ તેમને કંઠસ્થ-હોઠ પર છે. તેમના બે પુત્ર વેલસેટલ્ડ છે. સતીશ તો કવિ-કવિતા પ્રેમી માણસ હેમલતાબેન પુસ્તકોપાસકોને પ્રભુ સમાન માને છે. હવે તેઓ પુસ્તકોની કોઇક વ્યવસ્થા-તેમના પુસ્તકો માટે ઇચ્છે છે. તેઓ ગાંધીધામ રહે છે.

જ્યાં પુસ્તકો હોય

ત્યાં જવાનું વિચારાય કેમ ?

પુ

ડો. રમેશ ભટ્ટ

ડો. મંજુલા ભટ્ટ

વલો કચ્છ

X
હેમલતા મોતાના પુસ્તક સંગ્રહની લટાર
હેમલતા મોતાના પુસ્તક સંગ્રહની લટાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી