Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સિંઘવી સ્કૂલે એવોર્ડ માટે કરી દાવેદારી

સિંઘવી સ્કૂલે એવોર્ડ માટે કરી દાવેદારી

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 03:50 AM

બ્રિટીશ કાઉન્સિલ બ્રિટિશ સંગઠન છે જે આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક અને શૈક્ષણિક તકોમાં વિશેષતા ધરાવે છે. તે 100...

  • સિંઘવી સ્કૂલે એવોર્ડ માટે કરી દાવેદારી
    બ્રિટીશ કાઉન્સિલ બ્રિટિશ સંગઠન છે જે આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક અને શૈક્ષણિક તકોમાં વિશેષતા ધરાવે છે. તે 100 દેશોમાં કાર્ય કરે છે. યુનાઇટેડ કિંગડમ અને અંગ્રેજી ભાષાના વિશાળ જ્ઞાનને પ્રોત્સાહન આપવું, યુનાઇટેડ કિંગડમ સાથે સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, તકનીકી અને શૈક્ષણિક સહકારને ઉત્તેજન આપવું અને શિક્ષણ, કુશળતા, લાયકાત, સંસ્કૃતિ અને સમાજ દ્વારા લોકોના જીવનમાં ફેરફાર કરવો તે કાઉન્સિલનો હેતુ છે. ગાંધીધામની અમચંદ સિંઘવી સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ માટે ઉમેદવારી નોંધાવી છે. સ્કૂલે આ બાબતે વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય પ્રવૃતિ હાથ ધરી હતી. જેમાં શાળાના ધોરણ 1 થી 11ના છાત્રોએ તાઇવાન, કોરીઆ, અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનના શિક્ષકો તેમજ છાત્રો સાથે સ્કાયપ દ્વારા વિચાર ગોષ્ઠી હાથ ધરી હતી. જેમાં છાત્રોએ તેમની સાંસ્કૃતિક રીતભાત, નૃત્ય તેમજ પહેરવેશ પર વાર્તાલાપ કર્યો હતો. કાર્યક્રમના કો.ઓર્ડીનેટર તરીકે ગીતાંજલીબેન વર્માએ છાત્રોને તાલીમ બધ્ધ કર્યા હતા. એવોર્ડની ઉમેદવારી નોંધાવા માટે છાત્રોએ આંતરરાષ્ટ્રીય ચલણ અંગે સમજ મેળવી તેને મંચસ્થ કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending