Home » Gujarat » Bhuj » Gandhidham » બાર કાઉન્સિલની ચૂંટણી, 451માંથી 323નું મતદાન

બાર કાઉન્સિલની ચૂંટણી, 451માંથી 323નું મતદાન

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 03:50 AM

ગુજરાત બાર કાઉન્સિલના 25 સભ્યોની બેઠક માટે 99 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. જેમાં ગાંધીધામના દિનેશભાઇ મહેશ્વરી અને...

  • બાર કાઉન્સિલની ચૂંટણી, 451માંથી 323નું મતદાન
    ગુજરાત બાર કાઉન્સિલના 25 સભ્યોની બેઠક માટે 99 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. જેમાં ગાંધીધામના દિનેશભાઇ મહેશ્વરી અને પુનીતભાઇ દુધરેજીયાનો પણ સમાવેશ થતો હતો.

    સમગ્ર રાજ્યમાં જુદી જુદી કોર્ટમાં મતદાનની પ્રક્રિયા સવારથી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીધામની કોર્ટમાં યોજાયેલા મતદાનમાં 451માંથી 323 મત પડ્યા હતા. સવારથી જ ધારાશાસ્ત્રીઓમાં મતદાન કરાવવા માટે ઉત્સાહ જોવા મળતો હતો. વધુને વધુ મતદાન થાય તે માટે પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. પ્રેફરન્સ મતથી યોજાયેલી આ ચૂંટણીમાં ગાંધીધામના બન્ને ધારાશાસ્ત્રીઓએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં જંગ જીતવા માટે સિનિયર કક્ષાના ધારાશાસ્ત્રીઓ વગેરેએ મતદાન કરાવવા રસ લીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ